• અમદાવાદ RBI આગળ લોકોની લાંબી કતાર
  • 2000ની નોટ બદલાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી
  • 2000ની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર હતી

આજે અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર સુરત, વડોદરા, રાજકોટ સહિત રાજ્યભરમાંથી લોકો નોટો બદલવા માટે ઉમટી પડ્યાં હતાં. તેથી 2000ની નોટ બદલાવવા માટે લોકોની લાંબી લાઈન લાગી હતી. અગાઉ બેન્કની નજીકના બ્રાન્ચમાં 2000 રૂપિયાની નોટ બદલાવવા માટેની અંતિમ તારીખ 7 ઓક્ટોબર આપવામાં આવી હતી.

RBI એ નોટો બદલવા વિક્લ્પ આપ્યો

[[$googlead]]

જે લોકોએ 7 ઓક્ટોબર સુધી બેંકમાં 2000 ની નોટ ના બદલાવી હોય તેમની માટે RBI એ બીજો વિકલ્પ આપ્યો હતો કે, RBIની 19 શાખાઓમાં જઈને લોકો આ નોટ બદલાવી શકશે. તેથી લોકો સુરત, બરોડા, ભરૂચ, રાજકોટ સહિતના ગુજરાતના વિવિધ શહેરોમાંથી લોકો અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા પર 2000ની નોટ બદલાવવા પહોંચ્યા હતા. ભારે તડકાની વચ્ચે પણ લોકો લાંબી લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતાં.

[[$alsoread]]

RBIએ 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો

તેની તાજેતરની જાહેરાતમાં, આરબીઆઈએ જાહેર જનતા અને સંસ્થાઓને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંક શાખાઓમાં રૂ. 2000ની નોટો જમા કરવા અથવા બદલવા માટે કહ્યું હતું. બાદમાં આ તારીખ વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી. આ પછી બેંક શાખાઓમાં આ નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ કરી દેવામાં આવી હતી. આ વર્ષે 19 મેના રોજ આરબીઆઈએ એક સર્ક્યુલર જારી કરીને 30 સપ્ટેમ્બર સુધીમાં બેંકોમાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા બદલવા માટે કહ્યું હતું.

3.43 લાખ કરોડની નોટ પરત આવી

ગયા શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે રૂ. 2000ની કુલ રૂ. 3.43 લાખ કરોડની નોટ પરત આવી છે અને લગભગ રૂ. 12000 કરોડના મૂલ્યની આવી નોટો હજુ પણ ચલણમાં છે. આરબીઆઈ ગવર્નરે આ માહિતી આપી હતી કે 7 ઓક્ટોબર પછી જે લોકો પાસે 2000 રૂપિયાની નોટ બચી છે તેઓ આ નોટો જમા કરવા અથવા બદલવા માટે આરબીઆઈ ઓફિસ જઈ શકે છે.

  • Follow us on: