ભારતના સૌથી પ્રખ્યાત કલાકારોમાંથી એક એમ. એફ હુસેનને 'પદ્મશ્રી', 'પદ્મ ભૂષણ' અને 'પદ્મ વિભૂષણ' જેવા પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હુસૈનના 25 પેઇન્ટિંગસની હવે હરાજી થશે. રહસ્યની વાત એ છે કે, આ પેઇન્ટિંગો 17 વર્ષથી બેંકના તિજોરીમાં ધૂળ ખાઈ રહ્યા હતા. કારણ કે આ પેઇન્ટિંગો 100 કરોડ રૂપિયાના ઓર્ડર, 235 કરોડ રૂપિયાના લોન કૌભાંડ અને CBIની તપાસ સાથે પણ જોડાયેલા છે. જ્યારે કોર્ટના આદેશ પર બેંકની તિજોરી ખોલવામાં આવી તો એમ.એફ. હુસૈનના આ પેઇન્ટિંગ સાથે ઘણી કાહીનીઓ પણ ખુલી હતી.

એમ.એફ. હુસૈનના આ 25 પેઈન્ટિંગ્સ છેલ્લા 17 વર્ષથી મુંબઈની એક ખાનગી બેંકની તિજોરીમાં રાખવામાં આવ્યા હતા. આ પેઈન્ટિંગ્સ હકીકતમાં લોન ડિફોલ્ટ કેસમાં ન્યાયની રાહ જોઈ રહ્યા હતા. જાણકારી અનુસાર, આ સંગ્રહમાંથી એક પેઇન્ટિંગ 12 જૂને મુંબઈના હેમિલ્ટન હાઉસ ખાતે 'એમએફ હુસૈન: એન આર્ટિસ્ટ્સ વિઝન ઓફ XX સેન્ચ્યુરી' પ્રદર્શન દરમિયાન હરાજી થવા જઈ રહ્યું છે. આ પેઇન્ટિંગની હરાજી પંડોલ આર્ટ ગેલેરી કરવા જઈ રહી છે. આ આર્ટ ગેલેરીએ સૌપ્રથમ આ પેઇન્ટિંગને એગ્ઝીબિશનમાં પ્રદર્શિત કરાયું હતું.

100 પેઈન્ટિંગ્સનું આ છે રહસ્ય?

એમ.એફ. હુસૈનના આ 25 પેઈન્ટિંગ્સ તેમના 100 પેઈન્ટિંગ્સના સંગ્રહનો ભાગ છે. એમ.એફ. હુસૈને 'અવર પ્લેનેટ કોલ્ડ અર્થ' (OPEC) નામના 100 પેઈન્ટિંગ્સની સીરીઝનું આયોજન કર્યું હતું. જેમાંથી 25 પેઈન્ટિંગ્સને તેમણે 2004માં મુંબઈના એક આર્ટ કલેક્ટર સ્વરૂપ શ્રીવાસ્તવને વેચી દીધા હતા. આ 100 કરોડ રૂપિયામાં એમ.એફ. હુસૈને 100 પેઈન્ટિંગ્સના ઓર્ડનો એક ભાગ હતો. પરતું તેમા એક વળાંક આવે છે. વર્ષ 2006માં CBI એ સ્વરૂપ શ્રીવાસ્તવ સામે 235 કરોડ રૂપિયાના લોન છેતરપિંડીની તપાસ શરૂ કરી હતી. આ લોનમાં 150 કરોડ રૂપિયાના ભંડોળનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ડિસેમ્બર 2008માં સ્વરૂપ ગ્રુપની 104.25 કરોડ રૂપિયાની સ્થાવર અને જંગમ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. તેમાં પણ આ 25 પેઈન્ટિંગ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

પેઈન્ટિંગ્સની બેંક તિજોરીથી હરાજી સુધીની સફર

2008થી એમ.એફ. હુસૈનના આ પેઈન્ટિંગ્સ બેંકના તિજોરીમાં તેમના ભવિષ્યની રાહ જોઈ રહ્યા છે. સ્વરૂપ શ્રીવાસ્તવના કિસ્સામાં લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 2 મે 2024ના રોજ એમ.એફ. હુસૈનના આ પેઈન્ટિંગ્સને ન્યાય મળ્યો છે. હકીકતમાં સ્વરૂપ શ્રીવાસ્તવે લોનનો એક ભાગ ચૂકવી દીધો હતો તેમ છતાં વ્યાજ અને મોડી ચુકવણી વગેરે સહિત બાકીની રકમ 500 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ હતી.

જ્યારે આ કેસની સુનાવણી બોમ્બે હાઈકોર્ટમાં પહોંચી ત્યારે કોર્ટે પંડોલ આર્ટ ગેલેરીને આ 25 પેઈન્ટિંગ્સનું મૂલ્યાંકન કરવા કહ્યું હતું. 2 મે 2024ના રોજ ગેલેરીએ કોર્ટને જણાવ્યું હતું કે એમ.એફ. હુસૈનના આ પેઈન્ટિંગ્સનું મૂલ્ય આશરે 25 કરોડ રૂપિયા હોઈ શકે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં કોર્ટે આ પેઈન્ટિંગ્સની હરાજીનો આદેશ આપ્યો હતો. જેના માટે સ્વરૂપ ગ્રુપ દ્વારા 17 મે 2025ના રોજ 25 કરોડ રૂપિયામાં તેમને ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. લોન આપનાર નાફેડે કોર્ટને આ પેઈન્ટિંગ્સની ખુલ્લી હરાજી કરવા જણાવ્યું જેથી તેમને સારી કિંમત મળી શકે.