મહાકુંભ 2025નો મેળો આજથી શરૂ થયો છે. મળતી માહિતી મુજબ સવારે 60 લાખ લોકોએ આજે શાહી સ્નાન કર્યુ. આ મેળામાં માત્ર દેશમાંથી જ નહી પરંતુ દુનિયાભરમાંથી ભારતીયો અને વિદેશી ગંગામાં ડૂબકી લગાવવા માટે આવ્યા છે. એવુ માનવામાં આવે છે કે ગંગામાં સ્નાન કરવાથી આત્માની શુદ્ધિ થાય છે તેમજ મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. પરંતુ વાત અહીં એ છે કે 20 વર્ષ દરમિયાન જેટલીવાર કુંભ મેળાનું આયોજન થયુ તે દરમિયાન સેન્સેક્સની સ્થિતિ કેમ ખરાબ જોવા મળે છે.

કુંભ મેળા દરમિયાન સેન્સેક્સ ઘટ્યો
સેમકો સિક્યોરિટીઝે મહાકુંભ મેળા દરમિયાન ભારતીય શેરબજારના વર્તનનું એક રસપ્રદ ઉદાહરણ રજૂ કર્યું છે. સેમ્કો સિક્યોરિટીઝના માર્કેટ પર્સ્પેક્ટિવ્સ અને રિસર્ચના વડા અપૂર્વ શેઠે છેલ્લા 20 વર્ષ દરમિયાન શેબજારના પર્ફોમન્સનું વિશ્લેષણ કર્યું છે . જેમાં કુંભ મેળો છ વખત ઉજવવામાં આવ્યો હતો. અહેવાલ દર્શાવે છે કે આ તમામ છ પ્રસંગોએ, કુંભ મેળાની શરૂઆતથી અંત સુધી BSE ના મુખ્ય સૂચકાંક સેન્સેક્સનું વળતર નકારાત્મક રહ્યું છે. કુંભ મેળાના 52 દિવસ દરમિયા સેન્સેક્સમાં 3.4 ટકાનો ઘટાડો જોવા મળ્યો.

ક્યારે કેટલો થયો સેન્સેક્સમાં ઘટાડો ?
  • સેન્સેક્સમાં સૌથી મોટો ઘટાડો 2015ના કુંભ મેળા દરમિયાન જોવા મળ્યો હતો.
  • ત્યારબાદ જુલાઈ 2015થી સપ્ટેમ્બર 2015 દરમિયાન BSE બેન્ચમાર્ક ઇન્ડેક્સ 8.3 ટકા ઘટ્યો હતો.
  • બીજો સૌથી મોટો ઘટાડો એપ્રિલ 2021 ના ​​કુંભ કાળ દરમિયાન નોંધાયો હતો. તે દરમિયાન સેન્સેક્સમાં 4.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
  • આપણે સૌથી ઓછા ઘટાડાની વાત કરીએ તો વર્ષ 2010માં કુંભ મેળા દરમિયાન સેન્સેક્સમાં 1.2 ટકાનો ઘટાડો થયો હતો.
  • 2013ના કુંભ મેળા દરમિયાન 1.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
  • એપ્રિલ 2016 માં કુંભ મેળા દરમિયાન તેમાં 2.4 ટકાનો ઘટાડો થયો હતો. આનો અર્થ એ થયો કે છેલ્લા 20 વર્ષમાં કુંભ મેળા દરમિયાન એવો કોઈ પ્રસંગ બન્યો નથી જ્યારે સેન્સેક્સે સકારાત્મક વળતર આપ્યું હોય.
મહાકુંભ દરમિયાન સેન્સેક્સનું પ્રદર્શન

કુંભ મેળાની શરૂઆત તારીખ કુંભ મેળાની સમાપ્તિ તારીખ સેન્સેક્સ વળતર
05 એપ્રિલ 2004 મે 2004-3.3

14 જાન્યુઆરી 2010
28 એપ્રિલ 2010-1.2
14 જાન્યુઆરી 201311 માર્ચ 2013 -1.3
14  જુલાઈ 2015 28 સપ્ટેમ્બર 2015-8.3
22  એપ્રિલ 201623 મે 2016-2.4
01  એપ્રિલ 202119 એપ્રિલ 2021 -4.2
કુંભમેળાના 6 મહિના પછી સકારાત્મક વળતર
સેમ્કો સિક્યોરિટીઝના અપૂર્વ શેઠે સમજાવ્યું કે કુંભ મેળા પછીના છ મહિનામાં સેન્સેક્સે 6 માંથી 5 વખત સકારાત્મક વળતર આપ્યું. કુંભ મેળા પછીના છ મહિનાના સમયગાળામાં સરેરાશ 8 ટકા વળતર જોવા મળ્યું હતું. આ 2021ના કુંભ મેળા પછી જોવા મળેલી સૌથી મોટી ઉછાળો છે. . ત્યારે સેન્સેક્સ લગભગ 29 ટકા વધ્યો હતો. જ્યારે વર્ષ 2010 દરમિયાન સેન્સેક્સમાં 16.8 ટકાનો સારો વધારો જોવા મળ્યો હતો. જોકે 2015ના કુંભમેળા પછી BSE બેન્ચમાર્ક ઇન્ડેક્સે 2.5 ટકાનું નકારાત્મક વળતર આપ્યું હતું.

  • Follow us on: