એક વ્યક્તિને અચાનક તેના ઘરમાં એક વર્ષો જુનું કાગળ મળી આવ્યું છે પણ તે શું હતું તે હજુ સમજી શક્યો નથી. તેથી વ્યક્તિએ તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર શેર કર્યું અને નિષ્ણાતો પાસેથી મદદ માગી છે અને પુછ્યું કે આ કાગળનું શું થઈ શકે?


30 વર્ષ જૂનું કાગળ યુઝર્સે સોશિયલ મીડિયા પર કર્યુ શેર

તમને જણાવી દઈએ કે રતન ધિલ્લોન નામના એક યુઝરે X પર બે કાગળ શેર કર્યા અને લખ્યું, 'અમને આ કાગળો ઘરે મળી આવ્યા છે, પરંતુ મને શેરબજાર વિશે કોઈ જાણકારી નથી.' કોઈ નિષ્ણાત કૃપા કરીને મને સલાહ આપો કે મારે શું કરવું જોઈએ? ખરેખર, રતન ધિલ્લોને ખરીદેલા શેર માટેના 2 કાગળ શેર કર્યા છે. આ પેપરમાં લખ્યું છે કે તેમના પરિવારે 1987થી 1992ની વચ્ચે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના 30 શેર ખરીદ્યા હતા. પહેલા 20 શેર 1987માં ખરીદવામાં આવ્યા હતા અને પછી 1992માં 10 શેર ખરીદવામાં આવ્યા હતા, જેની કિંમત તે સમયે પ્રતિ શેર 10 રૂપિયા હતી. પરંતુ આ કાગળો લગભગ 30 વર્ષ જૂના છે અને તે સમયે કોઈ ડિજિટલ ફોર્મેટ નહોતું, શેર ખરીદતી વખતે સમાન બોન્ડ આપવામાં આવતા હતા.


હાલમાં કેટલા પૈસા મળશે?

એનો અર્થ એ થયો કે રતનના પરિવારે લગભગ 30 વર્ષ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના લગભગ 30 શેર ખરીદ્યા હતા, જે આ દસ્તાવેજ દર્શાવે છે. પણ હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આ સમયે આ શેરની કિંમત કેટલી છે? એક યુઝરે ટિપ્પણી કરી કે છેલ્લા 30 વર્ષમાં, RILના શેર ત્રણ વખત સ્પ્લિટ થયા છે અને બે વાર બોનસ આપવામાં આવ્યું છે, તે મુજબ, આજ સુધીમાં શેરની સંખ્યા વધીને લગભગ 960 થઈ જવી જોઈએ. જો આપણે તેને RILના વર્તમાન ભાવ સાથે ગુણાકાર કરીએ તો કિંમત લગભગ 11.88 લાખ રૂપિયા થાય છે.

પરિવારના સભ્યોને આ વિશે ખબર નહોતી!

એટલે કે, લગભગ 30 વર્ષ પહેલાં રતન ઢિલ્લોનના પરિવારે RILના 30 શેર લગભગ 300 રૂપિયામાં ખરીદ્યા હતા, જેની કિંમત હવે વધીને 11.88 લાખ રૂપિયા થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આવા કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે, કોઈના દાદા કે પિતાએ ફિઝિકલ સ્વરૂપમાં શેર ખરીદ્યા હતા અને પરિવારના સભ્યોને તેના વિશે ખબર નહોતી. ઘણા દાયકાઓ પછી ઘરની સફાઈ દ્વારા અથવા અન્ય કોઈ રીતે, દસ્તાવેજ, જેની કિંમત હવે કરોડો સુધી પહોંચી ગઈ છે, તે પુત્ર અને પૌત્રને મળી આવ્યા હોય. તમને જણાવી દઈએ કે, પહેલા શેર ફક્ત ભૌતિક સ્વરૂપમાં જ ખરીદવામાં આવતા હતા અને શેરમાં રોકાણ કરનારા લોકો બહુ ઓછા હતા. પરંતુ જે લોકોએ લગભગ 2 દાયકા પહેલા શેરબજારમાં રોકાણ કર્યું હતું તેઓ આજે ધનવાન બની ગયા છે.

શેર પેપર જોયા પછી ઘણા યુઝર્સે રમુજી ટિપ્પણીઓ કરી છે, એકે લખ્યું છે કે તમે જેકપોટ પર પહોંચી ગયા છો, તમે રાતોરાત કરોડપતિ બની ગયા છો. બીજા એક યુઝરે લખ્યું, 'તમને મજા આવી ભાઈ'. એક યુઝરે લખ્યું, 'રતન ભાઈ, ઘર સારી રીતે શોધો, કોણ જાણે તમને MRF શેરના કેટલાક કાગળો પણ મળી જાય.'


  • Follow us on: