- વોટ્સએપે ભારત છોડવાની ધમકી આપ્યા બાદ Meta CEO માર્ક ઝકરબર્ગ ચર્ચામાં
- અબજો રૂપિયાના માલિક માર્ક ઝકરબર્ગની બેઝિક સેલરી માત્ર 1 ડોલર છે
- ઝકરબર્ગની સુરક્ષા પાછળ $14,829,245 (આશરે રૂ. 120 કરોડ) ખર્ચે કરવામાં આવે છે
વોટ્સએપે ભારત છોડવાની ધમકી આપ્યા બાદ Meta CEO માર્ક ઝકરબર્ગ ચર્ચામાં છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાના CEO માર્ક ઝકરબર્ગના પગારને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. આ રિપોર્ટમાં આપવામાં આવેલ ઝકરબર્ગની આવક અને ખર્ચનો હિસાબ જોઈને તમે દંગ રહી જશો. અબજો રૂપિયાના માલિક માર્ક ઝકરબર્ગની બેઝિક સેલરી માત્ર 1 ડોલર એટલે કે ભારતીય ચલણમાં માત્ર 83 રૂપિયા છે.
માર્ક ઝકરબર્ગની સેલેરી
માર્ક ઝકરબર્ગે વર્ષ 2023માં માત્ર 1 રૂપિયા બેઝિક સેલેરી તરીકે લીધા હતા. આશ્ચર્ય પામશો નહીં કારણ કે આ માત્ર એક ભ્રમણા છે. તેમનો મોટાભાગનો પગાર તેમની સુરક્ષા અને ભથ્થા તરીકે નોંધવામાં આવે છે. કંપની તેમની સુરક્ષાને લઈને એટલી ચિંતિત છે કે તે ઝકરબર્ગની સુરક્ષા પાછળ $14,829,245 (આશરે રૂ. 120 કરોડ) ખર્ચે છે. આ ખર્ચ સહિત કુલ 24.4 મિલિયન ડોલર એટલે કે લગભગ 199 કરોડ રૂપિયા ઝકરબર્ગના પગાર પર ખર્ચવામાં આવે છે. મેટા તેમની સલામતી વિશે ખૂબ જ ચિંતિત છે ભલે ગમે તે હોય તે કંપની માટે મહત્વપૂર્ણ છે.
માર્ક ઝકરબર્ગની સુરક્ષા પાછળ 199 કરોડ રૂપિયા ખર્ચાયા
માત્ર 83 રૂપિયાનો પગાર મેળવનાર માર્ક ઝકરબર્ગને પણ અજીબ રીતે સેલેરી આપવામાં આવે છે. સત્તાવાર રીતે, તેમનો પગાર માત્ર 1 ડોલર છે પરંતુ અહેવાલમાં જાણવા મળ્યું છે કે તેમને કુલ 24.4 મિલિયન ડોલર એટલે કે 199 કરોડ રૂપિયાનો પગાર મળે છે. મૂળભૂત પગાર બાદ તે બાકીના વિવિધ ભથ્થાં, વળતર, શેરના રૂપમાં લે છે. તેમની સુરક્ષા પર થતા ખર્ચનો પણ આમાં સમાવેશ થાય છે. છેલ્લા 10 વર્ષમાં તેણે માત્ર 11 ડોલરનો પગાર લીધો છે. તે 2013 થી $1 પગારની ક્લબમાં સામેલ છે. ભલે તે ઓછો પગાર લે છે પરંતુ તે વિશ્વના અબજોપતિઓની ટોચની 5 યાદીમાં સામેલ છે. માર્ક ઝકરબર્ગ વિશ્વના ચોથા સૌથી અમીર બિઝનેસમેન છે. તેમની કુલ નેટવર્થ $155 બિલિયનથી વધુ છે.