• ભારતીય શેરબજારમાં શાનદાર તેજી જોવા મળી
  • સેન્સેકેસ અને નિફ્ટીમાં જોરદાર કારોબાર જોવા મળ્યો
  • સતત ત્રીજા દિવસે ઘટાડા પર બ્રેક લાગી

ભારતીય શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે ઘટાડા પર બ્રેક લાગી છે. બીએસઈ-એનએસઈમાં શાનદાત તેજી નોંધાઈ છે. સેન્સેક્સ 400થી વધુ અંકો પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી પણ 165 પોઈન્ટથી વધુ આગળ છે. જેથી નિફ્ટી હાલ 22,313 પર કારોબારમાં છે જ્યારે સેન્સેક્સ 73,435 એટલે કે 500 પોઈન્ટની આસપાસ કારોબારી કરી રહ્યો છે.


શેરબજાર હવે તેજીના પાટા પર છે. સેન્સેક્સ 400 અંકના વધારા સાથે 73344 ના સ્તર પર પહોંચી ગયો છે. પાવર ગ્રીડ સેન્સેક્સમાં 3.64% વધીને રૂ. 284.35 પર છે. ભારતી એરટેલ 2.24 ટકા સુધર્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1.69 ટકા સુધર્યા છે. નિફ્ટી 136 પોઈન્ટ વધીને 22284 ના સ્તર પર પહોંચી ગયો છે. ઘટતા શેરોમાં નેસ્લે ઈન્ડિયા ટોચ પર છે. લગભગ 4 ટકાનો ઘટાડો છે. તમને જણાવી દઈએ કે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય શેરબજાર મંગળવારે સતત ત્રીજા સત્રમાં ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 456.10 પોઈન્ટ ઘટીને 72,943.68 પર બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 50 124.60 પોઈન્ટ ઘટીને 22,147.90 પર બંધ રહ્યો હતો.

એશિયન બજારો: વોલ સ્ટ્રીટ પર રાતોરાત નુકસાન બાદ એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો. જાપાનનો નિક્કી 225 0.82% ઘટ્યો, જ્યારે ટોપિક્સ 0.38% ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.04% અને કોસ્ડેક 1.16% વધ્યો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સ ફ્યુચર્સની શરૂઆત નબળી રહી હતી.

વોલ સ્ટ્રીટઃ યુએસ શેરબજાર બુધવારે ઘટાડા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રિયલ એવરેજ 45.66 પોઈન્ટ અથવા 0.12% ઘટીને 37,753.31 પર જ્યારે S&P 500 29.20 પોઈન્ટ અથવા 0.58% ઘટીને 5,022.21 પર છે. નાસ્ડેક કમ્પોઝિટ 181.88 પોઈન્ટ અથવા 1.15% ઘટીને 15,683.37 ના સ્તર પર છે.

  • Follow us on: