- ડાયાબિટીસ, હાર્ટને લગતી બીમારી, કાનની બીમારીની દવાના ભાવ ઘટયા
- એનપીપીએની 124મી બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવાયો
- જીવન જરૂરી 54 દવાઓના ભાવ ઘટતા લોકોને રાહત મળી
સારવાર અને દવાઓના ખર્ચથી મુશ્કેલી અનુભવતા કરોડો લોકોને સરકારે મોટી રાહત આપી છે. આજથી 54 જરૂરી દવાના ભાવ ઓછા કર્યા છે. જે દવાના ભાવમાં કાપ મૂક્યો છે, તેમાં ડાયાબિટીસ, હાર્ટ, કાનની બીમારીઓની સારવારમાં વપરાતી દવાઓની સાથે મલ્ટિવિટામિન વગેરે સામેલ છે. આમાં સામાન્ય લોકોને ઘણી રાહત મળવાની આશા છે.
એનપીપીએની બેઠકમાં નિર્ણય લેવાયો
ઘણી જરૂરી દવાઓના ભાવ ઓછા કરવા આ નિર્ણય નેશનલ ફાર્માસ્યૂટિકલ પ્રાઈસિંગ ઓછોરિટી (એનપીપીએ)ની 124મી બેઠકમાં લેવાયો હતો. એનપીપીએ દેશમાં વેચાતી એવી જરૂરી દવાના ભાવ નક્કી કરે છે જેનો સામાન્ય લોકો વપરાશ કરે છે. આ બેઠકમાં 54 દવા ફોર્મ્યુલેશન અને આઠ વિશેષ દવાની કિંમતને ઓછી કરવાનો નિર્ણય લેવાયો હતો.
આ દવાઓના ભાવ ઘટયા
એનપીપીએની આ બેઠકમાં જે 54 દવાના ભાવ નક્કી કરાયા એમાં ડાયાબિટીસ, હાર્ટ, એન્ટિબાયોટિક્સ, વિટામિન, કાન સાથે સંકળાયેલી દવાઓ વગેરે સામેલ છે. આ સિવાય એનપીપીએએ આઠ સ્પેશિયલ ફીચર ઉત્પાદનોના ભાવ પર આ બેઠકમાં નિર્ણય લીધો છે.
ગત મહિને આટલા ભાવ ઓછા થયા
આ અગાઉ સરકારે ગત મહિને પણ જરૂરી દવાઓના ભાવ ઓછા કર્યા હતા. ગત મહિને જરૂરી 41 દવા અને છ સ્પેશિયલ દવાઓના ભાવ ઘટાડયા હતા. એન્ટિબાયોટિક, મલ્ટિવિટામિન. ડાયાબિટીસ અને હૃદય રોગ સાથે સંકળાયેલી દવાના ભાવ ગત મહિને પણ ઓછા કર્યા હતા. આ સિવાય લિવરની દવા, ગૅસ અને એસિડિટીની દવા, પેઈન કિલર, એલર્જીની દવા પણ ગત મહિને ભાવ સસ્તી કરવામાં આવી હતી.
10 કરોડથી વધુ લોકોને લાભ થશે
એવું મનાઈ રહ્યું છે કે એનપીપીએના આ નિર્ણયથી કરોડો લોકોને ફાયદો મળશે. ઉદાહરણ રીતે જોવા જઈએ તો હાલ દેશમાં એકલા ડાયાબિટીશના 10 કરોડ દર્દીઓ છે. આ આંકડો વિશ્ના કોઈપણ દેશની સરખામણીમાં ખૂબ વધુ છે. ડાયાબિટીસના દર્દીઓને નિયમિત દવા પર આધાર રાખવો પડતો હોય છે. આવામાં ભાવ ઓછા થતા ડાયાબિટીસના 10 કરોડથી વધુ દર્દીઓને સીધી રીતે લાભ મળશે.