- હાલની યોજના હેઠળ લાભ મેળવવાની પ્રક્રિયા ઘણી કપરી
- ખેતી બાદ એમએસએમઈ રોજગારી આપવામાં ભારતમાં બીજા ક્રમે
- મોદી સરકાર ત્રીજી વખત ચૂંટાઈ આવશે તો આ યોજનાનો અમલ તેમની પ્રાથમિકતા રહેશે.
કેન્દ્ર સરકારે મોઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) માટેની પ્રોત્સાહન યોજનાને વધુ સુવ્યવસ્થિત અને મજબૂત બનાવવાની યોજના તૈયાર કરી છે. દેશમાં જારી લોકસભાની ચૂંટણીમાં જો મોદી સરકાર ત્રીજી વખત ચૂંટાઈ આવશે તો આ યોજનાનો અમલ તેમની પ્રાથમિકતા રહેશે.
જે નવા ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં ઉત્પાદન લિંક્ડ પ્રોત્સાહન (પીએલઈ) યોજનાઓ હેઠળ એમએસએમઈથી ઘરેલૂ ખરીદી માટે ઉત્પાદકોને ચોક્કસ પ્રોત્સાહન આપવામાં આવશે, જેમાં સુધારણાની શકયતા છે. સરકાર તમામ એમએસએમઈ સબસીડી અને ક્રેડિટ લિન્ક યોજનાઓને તર્કસંગત બનાવવા પર વિચાર કરી રહી છે. એમએસએમઈ પ્રોત્સાહન યોજનાનો વધુથી વધુ સરળ રીતે અને બહોળો લાભ મેળવી શકે માટે હાલની કેટલીક બાબતોને સુધારણામાં સામેલ કરવામાં આવશે. કેમ કે હાલની યોજના હેઠળ લાભ મેળવવાની પ્રક્રિયા ઘણી અઘરી છે. 6,40,00,000 મજબૂત એમએસએમઈ ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન છે. એમએસએમઈ ભારતના 11,00,00,000 લોકોને રોજગારી આપે છે. અથવા દેશના લેબર ફોર્સમાં એમએસએમઈનો હિસ્સો 23 ટકા છે. ખેતી બાદ એમએસએમઈ રોજગારી આપવામાં ભારતમાં બીજા ક્રમે છે.










