• મુકેશ અંબાણી સૌથી ધનિક વ્યક્તિ
  • પુસ્તકો વાંચવાનો શોખ છે મુકેશ અંબાણીને
  • પણ આ પુસ્તકોની કિંમતતો અધધધ...

મુકેશ અંબાણી. તેમને કોણ નથી ઓળખતુ. તેઓ ભારતના જ નહી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. તેમના પુત્રના લગ્ન પ્રસંગમાં આપણે જોયુ કે દેશ વિદેશની મહાન હસ્તિઓ મહેમાન બની હતી. પિતા ધીરુભાઇ અંબાણીના કારોબારને તેઓ કેવી રીતે આગળ લાવ્યા તે કોઇનાથી છૂપુ નથી. ત્યારે તમને શું ખબર છે કે તેઓ પુસ્તકો વાંચવાના પણ શોખીન છે. ત્યારે આવો જાણીએ તેઓ કેવા પુસ્તકો વાંચવાના પસંદ કરે છે.

મુકેશ અંબાણી કેવા પુસ્તકો વાંચવા ગમે છે ?

  • મુકેશ અંબાણીએ એક શો દરમિયાન કહ્યું હતું કે ઘણી બધી ટેકનિકલ બુક્સ વાંચી છે. તેમણે કહ્યું કે CRISPR/Cas Genome Editing: Strategies and Potential for Crop Improvement વાંચી છે. આ પુસ્તકની કિંમત 12 હજારથી વધુ છે.
  • આ પુસ્તકોમાં છોડમાં જીનોમ સંપાદન માટે CRISPR-Cas સિસ્ટમ કેવી રીતે લાગુ કરવી તે સમજાવે છે. આ પુસ્તકનું મુખ્ય ધ્યાન પાકોમાં CRISPR-Cas ટેકનોલોજીની તાજેતરની પ્રગતિ અને ભાવિ સંભાવનાઓને સંબોધિત કરવાનો છે.
  • મુકેશ અંબાણીને પણ Isaacson Walterનું પુસ્તક Leonardo Da Vinci વાંચવું ગમે છે. ધ નંબર 1 ન્યૂ યોર્ક ટાઇમ્સ બેસ્ટસેલર, આ પુસ્તક પ્રેરણાની એક પાવરફુલ સ્ટોરી છે.
  • તેમણે કહ્યું કે તે એક સમયે છ-સાત પુસ્તકો વાંચે છે. તેમાં નોન ફિક્શન પુસ્તકો પણ છે. મુકેશ અંબાણીને પણ બ્લોકચેન પુસ્તક વાંચવું ગમે છે. આ પુસ્તકના લેખક એલન રાઈટ છે. આ પુસ્તકમાં બ્લોકચેન ટેકનોલોજી સમજાવવામાં આવી છે. આ પુસ્તકની કિંમત અંદાજે 2300 રૂપિયા છે.
  • મુકેશ અંબાણીએ હાલમાં જ ડેન બ્રાઉનનું પુસ્તક ઓરિજિન વાંચ્યું છે. આ પુસ્તકની શરૂઆત વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રશ્નોથી થાય છે જેઓ વિશ્વમાં નાસ્તિકવાદને સ્વીકારે છે જ્યાં કડક સર્જનવાદની સુસંગતતા ઘટી રહી છે.

  • Follow us on: