• દેશની ટોપ 10 કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપમાં થયો ફાયદો
  • ભારતીય જીવન વીમા નિગમ, ઈન્ફોસિસ, ટીસીએસને આ અઠવાડિયામાં સૌથી વધુ ફાયદો મળ્યો
  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત બીજા અઠવાડિયે નુકસાનમાં ટોપ પર રહી


મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત બીજા અઠવાડિયે ટોપ પર છે, પરંતુ નુકસાન મુદ્દે. દેશની ટોચની કંપનીઓમાં માર્કેટ કેપમાં ઘટાડામાં સતત બીજા અઠવાડિયે પણ ટોપ પર રહી. વિશેષ વાત તો એ હતી કે આ અઠવાડિયાનું નુકસાન ગત સપ્તાહ કરતાં વધુ છે. જો બંને અઠવાડિયાના નુકસાનને જોડી દેવામાં આવે તો આશરે 1.19 કરોડ રૂપિયા થશે. જેને ઘણું મોટું નુકસાન મનાઈ રહ્યું છે.

જ્યારે બીજી બાજું દેશની ટોચની 10 કંપનીઓમાંથી છ કંપનીઓના માર્કેટ કેપમાં 1,85,186.51 કરોડ રૂપિયાનો વધારો થયો છે. સૌથી વધુ લાભમાં ભારતીય જીવન વીમા નિગમ અને ઈન્ફોસિસ રહી છે. જ્યારે બીજી તરફ ટાટા ગૃપની સૌથી મોટી કંપની ટીસીએસને પણ 30 હજાર કરોડ રૂપિયા કરતાં વધુ ફાયદો થયો છે. જ્યારે બીજી બાજું ચાર કંપનીઓને 1.17 કરોડ લાખ કરોડનું નુકસાન થયું છે.

 ગત અઠવાડિયે સેન્સેક્સમાં 728.07 અંક અથવા 0.90 ટકાની તેજી જોવા મળી છે. ખાસ વાત તો એ રહી કે શુક્રવારે સેન્સેક્સ આશરે 1200 પોઈન્ટની તેજી સાથે બંધ થયો હતો. તો આવો જાણઈએ દેશની ટોપ 10 કંપનીઓને કેટલો ફાયદો અને નુકસા થયું છે.

કઈ કંપનીને કેટલું થયું નુકસાન

સમીક્ષા હેઠળના અઠવાડિયામાં LICનું માર્કેટ વેલ્યુએશન રૂ. 44,907.49 કરોડ વધીને રૂ. 7,46,602.73 કરોડ થયું હતું.

ઇન્ફોસિસનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 35,665.92 કરોડ વધીને રૂ. 7,80,062.35 કરોડ થયું છે.

ITCનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 35,363.32 કરોડ વધીને રૂ. 6,28,042.62 કરોડ થયું છે.

Tata Consultancy Services (TCS)નું મૂલ્યાંકન રૂ. 30,826.1 કરોડ વધીને રૂ. 15,87,598.71 કરોડે પહોંચ્યું હતું.

ભારતી એરટેલનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 30,282.99 કરોડ વધીને રૂ. 8,62,211.38 કરોડ થયું છે.

HDFC બેન્કનું મૂલ્યાંકન રૂ. 8,140.69 કરોડ વધીને રૂ. 12,30,842.03 કરોડ થયું છે.

આ વલણથી વિપરીત, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 62,008.68 કરોડ ઘટીને રૂ. 20,41,821.06 કરોડ થયું હતું.

આઈસીઆઈસીઆઈ બેંકનું મૂલ્યાંકમાં 28,511.07 કરોડ રૂપિયાનો ઘટાડો આવ્યો અને આ 8,50,020.53 કરોડ રૂપિયા પર આવ્યું

એસબીઆઈની બજાર ક્ષમતા 23,427.1 કરોડ રૂપિયા ઘટીને 7,70,149.39 કરોડ રૂપિયા રહી ગઈ.

હિંદુસ્તાન યુનિલીવરનું મૂલ્યાંકન 3,500.89 કરોડ રૂપિયા ઘટીને 6,37,150.41 કરોડ રૂપિયા પર આવી ગયું.


  • Follow us on: