અત્યાર સુધીનો સૌથી મોટો IPO 2025માં આવી શકે છે, આ IPO રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો તરફથી આવી શકે છે. એક અહેવાલ મુજબ રિલાયન્સ જિયોના IPOનું કદ 35,000 કરોડથી 40,000 કરોડ રૂપિયાની આસપાસ હોઈ શકે છે.

પસંદગીના રોકાણકારોને થશે આ ફાયદો

મળતી માહિતી મુજબ રિલાયન્સ જિયોના IPO માટે કંપનીએ તેનું વેલ્યુએશન 120 બિલિયન ડોલર નક્કી કર્યું છે. જ્યારે રિલાયન્સ જિયોનો આ IPO 2025ના મધ્યમાં આવવાની શક્યતા છે. તેમજ રિલાયન્સના શેરધારકો અને નવા રોકાણકારો આ IPOમાં રોકાણ કરી શકશે. જો કે હાલમાં આઈપીઓની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રિલાયન્સ જિયોના આ IPOમાં હાલના શેરની સાથે નવા શેરનું વેચાણ થશે અને પસંદગીના રોકાણકારો માટે પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટ સામેલ છે. જોકે, આ IPO અંગે રિલાયન્સ ઈન્ડસ્ટ્રી તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. રિલાયન્સ જિયોના આ IPOની કિંમત 40,000 કરોડ રૂપિયા હશે, આવી સ્થિતિમાં ઓક્ટોબર 2024માં Hyundai Indiaનો 27,870 કરોડ રૂપિયાનો IPO ઘણો પાછળ રહી જશે.

IPOથી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને થશે ફાયદો

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને કેલેન્ડર વર્ષ 2024માં છેલ્લા 10 વર્ષમાં પ્રથમ વખત નુકસાન થયું છે, કંપનીના શેરમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે અને કંપનીના માર્કેટકેપમાં 1 લાખ કરોડથી વધુનો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરને રિલાયન્સ જિયોના IPOથી ફાયદો થઈ શકે છે.

Jioનો IPO વિસ્ફોટક લિસ્ટિંગ કરશે

ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મના જણાવ્યા મુજબ રિલાયન્સ જિયોનો IPO 2025માં ધમાકેદાર લિસ્ટિંગ કરી શકે છે. રિલાયન્સ જિયોનો IPO $112 બિલિયનના મૂલ્યમાં લિસ્ટ થઈ શકે છે. આ પાછળનું કારણ આપતાં તેમણે કહ્યું કે Jioએ તાજેતરના ભૂતકાળમાં ટેરિફના ભાવમાં વધારો કર્યો છે, પરંતુ તેમ છતાં કંપની ટેલિકોમ સેક્ટરમાં નંબર વનના સ્થાને યથાવત છે.