- ટ્વિટરના માલિક એલોન મસ્કે વધુ એક મોટો ફેરફાર કર્યો
- મસ્કે કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રજનન કવરમાં ઘટાડો કર્યો
- ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે મળતી રકમ અડધી કરી દીધી
ટેસ્લા કંપનીના સીઈઓ અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક ટ્વિટર ખરીદ્યા બાદથી સતત ખર્ચમાં ઘટાડો કરી રહ્યા છે. ટ્વિટર કર્મચારીઓને મળતી સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. અગાઉ છટણી મોટા પાયે કરવામાં આવી હતી હવે ટ્વિટરના માલિક એલોન મસ્કે વધુ એક મોટો ફેરફાર કર્યો છે અને કર્મચારીઓ માટે ઉપલબ્ધ પ્રજનન કવરમાં ઘટાડો કર્યો છે. તમને જણાવી દઈએ કે, એલોન મસ્ક કે જેઓ પોતે 10 બાળકોના પિતા છે તેમણે ટ્વિટર કર્મચારીઓની ફર્ટિલિટી ટ્રીટમેન્ટ માટે મળતી રકમ અડધી કરી દીધી છે.
એલોન મસ્કે પોતાના ટ્વીટ, બિઝનેસ આઈડિયા ઉપરાંત અંગત જીવનને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. 10 બાળકોના પિતા એલોન મસ્ક પોતે પિતા બનવા માટે IVF ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચૂક્યા છે પરંતુ હવે તે ટ્વિટર કર્મચારીઓના પરિવાર નિયોજનમાં દખલ કરી રહ્યા છે. એલોન મસ્કે કર્મચારીઓને મળતી સુવિધાઓ ઓછી કરી દીધી છે. અહેવાલ અનુસાર, અત્યાર સુધી ટ્વિટરના કર્મચારીઓને $80,000નું આજીવન કવર મળતું હતું જેનો ઉપયોગ તેઓ ફર્ટિલિટી ટ્રીટમેન્ટ, એગ અને સ્પર્મ ફ્રીઝિંગ, સરોગસી, દત્તક લેવા માટે કરી શકે છે.










