•  ભારતે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાને પછાડી
  • જીડીપીના આંકડાઓને કેન્દ્રીય નાણાંમંત્રી સહિત અર્થશાસ્ત્રીઓએ વખાણ્યા
  • ચોથા ત્રિમાસિકમાં પણ આપણે તમામ મોટા દેશોને પાછળ રાખી દીધા છે: અર્થશાસ્ત્રી

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે આવેલા જીડીપીના આંકડાઓની પ્રશંસા કરતા કહ્યું કે નાણાકીય વર્ષ-2023-24માં અર્થતંત્રે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ માટે દેશની જનતા આભારને લાયક છે. આપણે 8.2 ટકાના આર્થિક વૃદ્ધિ દર પ્રાપ્ત કરીને બતાવ્યું છે. ભારત વિશ્વની સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા છે. પીએમ મોદીએ આને આવતીકાલનું ટ્રેલર જણાવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, ''મોદી સરકારના પ્રયાસોથી આપણે દેશમાં મેન્યુફેકચરિંગને પ્રોત્સાહન આપવા સફળ રહ્યા છીએ. આપણી ઈકનોમી મજબૂત અને અને આપણે વૈશ્વિક પડકારો છતાં યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છીએ.''

 

ભારતે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાને પછાડી

ભારતના અર્થંતંત્રના આ આંકડાઓ પર ઘણા અર્થશાસ્ત્રીઓ પોતાનો વિચાર મુક્યો છે. નીતિ પંચના પૂર્વ અધિકારીએ કહ્યું કે જીડીપી ગ્રોથ રેટે તમામ અનુમાનોને પાછળ છોડી દીધો છે. આ સતત ત્રીજા વર્ષે સાત ટકાથી ઉપરની ઝડપ પકડી છે. અન્ય એક અધિકારીએ જણાવ્યું કે, આપણે વિશ્વની ઘણી મોટી અર્થવ્યસ્થાઓને પાછળ છોડી દીધી છે. ભવિષ્યમાં પણ દેશ મજબૂતીથી આગળ વધતો રહેશે. વડાપ્રધાનના અર્થતંત્ર સલાહકાર કાઉન્સિલના સભ્યએ સોશિયલ મીડિયામાં લખ્યું કે, ''ચોથા ત્રિમાસિકમાં પણ આપણે તમામ મોટા દેશોને પાછળ રાખી દીધા છે.''

GDP આંકડાઓની પ્રશંસા

મળતી માહિતી અનુસાર, જીડીપી ગ્રોથના આંકડા પોઝિટિવ સંકેત આપે છે. મેન્યુફેકચરિંગની સાથે સર્વિસ સેકટરમાં પણ તેજી આવી છે. સરકારે મૂડીગત ખર્ચ વધાર્યો છે. નાણાકીય વર્ષ-2025માં પણ આર્થિક વિકાસ દર સાત ટકાની આસપાસ રહી શકે છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. જો આ રીતે તેજી યથાવત્ રહી તો ભારત જલ્દી જ વિશ્વની ચોથી મોટું ઈકોનોમી બનશે. ચોમાસાની સિઝન પછી ઘરેલું ડિમાન્ડ વધતા સુધાર આવવાની આશા છે. દેશના અર્થંતંત્રે શાનદાર પ્રદર્શન કર્યું છે.


  • Follow us on: