સરકાર આવતીકાલથી શરુ થતા અઠવાડિયામાં સંસદમાં નવુ આવકવેરા બિલ રજૂ કરી શકે છે. જેને ગયા શુક્વારે કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી પણ મળી ગઈ છે. નાણામંત્રી સીતારમણે 1 ફેબ્રુઆરીએ રજૂ કરાયેલા બજેટ 2025માં નવા આવકવેરા બિલની રજૂઆતની જાહેરાત કરી હતી. અને હવે તેના વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ગયા શુક્રવારે આ નવા આવરવેરા બિલ 2025ને કેન્દ્રીય મંત્રીમંડળે મંજૂરી આપી દીધી છે. અને નાણામંત્રીએ શનિવારે જાહેરાત કરી હતી કે આ નવું બિલ આવતા અઠવાડિયે સત્રમાં સંસદમાં રજૂ કરવામાં આવશે. જાણીએ કે આનાથી સામાન્ય કરદાતાઓ પર શું અસર પડશે? તેને વર્તમાન બજેટ સત્રમાં જ રજૂ કરવામાં આવશે.


સૌથી પહેલા જાણીએ કે નવા ટેક્સ બિલને લઈને નાણામંત્રી સીતારમણે આખરે શુ કહ્યું, તો જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી મંડળમાં મંજૂરી મળ્યા પછી, તેને વર્તમાન સમયમાં બજેટ સત્રમાં રજૂ કરવામાં આવશે. ત્યારપછી જ સંસદીય સમિતિ તેની સમીક્ષા કરશે. જણાવી દઈએ કે બજેટનો પહેલો તબક્કો 13 ફેબ્રુઆરીએ પૂરો થવાનો છે. શનિવારે થયેલી બેઠક પછી ટેક્સ બિલને લઈ આ અપડેટ આપ્યુ છે.

63 વર્ષ પછી નવુ ટેક્સ બિલ

નોંધનીય છે કે દેશમાં 63 વર્ષ પછી નવો આવકવેરો લાગૂ થશે. અને નવુ આવકવેરા બિલ હાલના આવકવેરા કાયદા 1961ની જગ્યા લેશે. જે એપ્રિલ 1962થી અમલમાં છે. કરવેરા બિલની સમીક્ષાનો ઉદ્દેશ્ય આવકવેરા સંબંધિત કાયદાઓને સરળ બનાવવાનો છે તે સામાન્ય કરદાતાઓ માટે વધુ સંક્ષિપ્ત અને સમજવામાં સરળ બને અને અર્થ સ્પષ્ટ છે કે કરદાતાને આવકવેરામાં પોતાની જવાબદારી સમજવા માટે CA કે અન્ય કોઈ વકીલ પાસે દોડવાની જરૂર નહી પડે અને તે તેને સરળતાથી સમજી શકશે અને પોતાની આવક અનુસાર કરની ગણતરી કરી શકશે નવા કર બિલમાં શું ફેરફાર થશે?

નવા ટેક્સ બિલ વિશે શું બદલાશે? 

હવે આવકવેરા કાયદાને બજેટ સત્ર દરમિયોન સંસદમાં રજૂ કરવાનો સ્થાન મોકળો થઈ ગયો છે. અને અહેવાલ અનુસાર જાણીએ તો સોમવારે રજૂ કરવામાં આવી શકે છે. જો વાત કરીએ તો નવા ટેક્સ બિલ વિશે શું બદલાશે? સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, કરદાતાઓ ટેક્સના કાયદાને સરળતાથી સમજી શકે તેવો બનાવવાનો અને તેણે જોડાયેલી જટીલતાઓને દૂર કરવાનો છે.

નવા આવકવેરા કાયદામાં કયા કયા ફેરફારો શક્ય હશે

  • કાયદો સરળ ભાષામાં લખવો જોઈએ, જેથી તેને સામાન્ય લોકો એકદમ સરળતાથી સમજી શકે
  • બિનજરૂરી અને બિનજરૂરી શબ્દો દૂર કરવામાં આવશે.
  • કરવેરા વિવાદોમાં ઘટાડો થશે.
  • કરદાતાઓ માટે પાલનને લઈ સરળ બનાવવામાં આવશે.

કરદાતાઓએ CA પાસે જવાની જરૂર નહી પડે.

નવા આવકવેરા બિલ 2025માં વર્તમાન આવકવેરા કાયદા કરતાં ઓછી જોગવાઈઓ હશે અથવા તેમાં લગભગ અડધી જોગવાઈઓ હશે, જે કરદાતાઓ માટે તેને વાંચવાનું અને સમજવાનું સરળ બની રહે અને તેનું પાલન કરવાનું પણ સરળ બની જાય.

  • Follow us on: