1લી એપ્રિલથી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે. આ દિવસથી જ, નવી કર વ્યવસ્થામાં બજેટમાં કરાયેલા ફેરફારો અને જૂની કર વ્યવસ્થા અમલમાં આવી ગઈ છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે નવા ટેક્સ સિસ્ટમ હેઠળ 12 લાખ રૂપિયા સુધીની કમાણી કરનારાઓનો ટેક્સ ઘટાડીને શૂન્ય કરી દીધો હતો. નવી ટેક્સ વ્યવસ્થામાં સરકાર 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી. આ સિવાય પગાર આધારિત લોકોને નવી ટેક્સ વ્યવસ્થામાં 75 હજાર રૂપિયાનું પ્રમાણભૂત કપાત પણ મળે છે. આવી સ્થિતિમાં, જેઓ નાણાકીય વર્ષ 2025-26માં નવી કર વ્યવસ્થા પસંદ કરશે. તેમણે 12.75 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આવી સ્થિતિમાં હવે સવાલ એ ઊભો થાય છે કે જૂની ટેક્સ રિઝીમ સારી કે નવી ટેક્સ વ્યવસ્થા.


ન્યૂ ટેક્સ રિઝીમમાં ઇન્કમ ટેક્સ સ્લેબ


આવકવેરા સ્લેબ (રૂપિયામાં)     આવકવેરા દર (%)
0 - 4,00,000 0
4,00,001 - 8,00,000 5
8,00,001 - 12,00,000 10
12,00,001 - 16,00,000 15
16,00,001 - 20,00,000 20
20,00,001 - 24,00,000 25
24,00,001 and above 30


નવી ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન

નવી ટેક્સ વ્યવસ્થામાં સરકાર 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ વસૂલતી નથી.આ સિવાય પગાર આધારિત લોકોને નવી ટેક્સ વ્યવસ્થામાં 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ મળે છે. આવી સ્થિતિમાં, જેઓ નાણાકીય વર્ષ 2025-26માં નવી કર વ્યવસ્થા પસંદ કરશે. તેમણે 12.75 લાખ રૂપિયા સુધીની કમાણી પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. જેમનો વાર્ષિક પગાર રૂ. 20 થી 24 લાખની વચ્ચે છે, તેમના માટે નવી કર વ્યવસ્થામાં નવો સ્લેબ આવ્યો છે.જેમાં 25 ટકા ટેક્સ ભરવો પડે છે. જૂની ટેક્સ રિજીમમાં ટેક્સ સ્લેબ

TDS મર્યાદામાં થયો વધારો 

  • શું બદલાયું છે : કેટલીક ચૂકવણીઓ પર TDS (ટેક્સ ડિડક્શન એટ સોર્સ) ની મર્યાદા વધારવામાં આવી છે.
  • ભાડાની આવક પર TDS મુક્તિ બમણી : ભાડાની આવક પર TDS મર્યાદા રૂ. 2.4 લાખથી વધીને રૂ. 6 લાખ થઈ છે.
  • વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજની આવક પર રિબેટ બમણી : બેંક FDમાંથી વ્યાજની આવક મેળવતા વરિષ્ઠ નાગરિકો માટે TDS મર્યાદા 50 હજાર રૂપિયાથી વધીને 1 લાખ રૂપિયા થઈ ગઈ છે.
  • વ્યાવસાયિક સેવાઓ પર TDS મર્યાદામાં વધારો : વ્યાવસાયિક સેવાઓ પર TDS મર્યાદા હવે 30 હજાર રૂપિયાથી વધીને 50 હજાર રૂપિયા થઈ ગઈ છે.
  • શું થશે અસર : આનાથી ઓછી આવક ધરાવતા લોકો પર TDSનો બોજ ઘટશે અને રોકડ પ્રવાહમાં સુધારો થશે.


આવક મર્યાદા (₹) કર દર (%)
2,50,000 સુધી (કોઈ ટેક્સ નહીં)
2,50,001 - 5,00,000 5%
5,00,001 - 10,00,000 20%
10,00,000થી વધારે 30%


ઓલ્ડ ટેક્સ રિજીમ હવે કોના માટે ફાયદાકારક છે?

2025ના બજેટમાં જૂના શાસનના સ્લેબ અથવા છૂટમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક કરમુક્ત છે, અને તે પછી, 5%, 20% અને 30% ના સ્લેબ લાગુ થશે, ડિડક્શન જેવા 80C (1.5 લાખ), 80D (25,000-50,000) અને હોમ લોન વ્યાજ (2 લાખ સુધી)ઉપલબ્ધ થશે. જો તમે એચઆરએ, હોમ લોન મેળવો છો અથવા મોટા રોકાણો કરો છો, તો જૂની વ્યવસ્થા હજુ પણ ફાયદાકારક હોઈ શકે છે.જો તમે ભાડા પર રહેતા હો, હોમ લોનની ચુકવણી કરો છો અથવા મોટા મેડિકલ ખર્ચાઓ ઉઠાવો છો, તો તમે ઓલ્ડ ટેક્સ રિજીમ વિશે વિચારી શકો છો. જો તમારી આવક 15 લાખ રૂપિયાથી વધુ છે અને તમે કપાતનો લાભ લો છો, તો જૂના શાસનમાં ટેક્સમાં ઘટાડો થઈ શકે છે. નવા રિજીમમાં ટેક્સ સ્લેબ ઓછા હોઈ શકે છે, પરંતુ છૂટ ન મળવાને કારણે કુલ ટેક્સ વધી શકે છે.રોકાણકારે તેની ઈન્કમ,ખર્ચ અને રોકાણના આધારે બંનેની સરખામણી કરીને યોગ્ય વિકલ્પ પસંદ કરવો જોઈએ.


  • Follow us on: