નાણાંમંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. આ સમય દરમિયાન, તેમણે મધ્યમ વર્ગ માટે આવકવેરામાં મોટી રાહત તેમજ ઘણા નિયમોમાં ફેરફારની જાહેરાત કરી હતી. હવે આ નિયમો તેના નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે 1 એપ્રિલ, 2025થી અમલી બની રહ્યા છે. આ ફેરફારમાં કર કપાત (TDS) અને સ્ત્રોત પર કર સંગ્રહ (TCS) માટેના નવા નિયમોનો પણ સમાવેશ થાય છે.
સિનિયર સિટીઝન અને મકાનમાલિકોને મળશે મોટી રાહત
કેન્દ્ર સરકારે બજેટમાં જાહેરાત કરી હતી કે સિનિયર સિટીઝન માટે ટીડીએસ કપાત બમણી કરવામાં આવી છે.પહેલા 50 હજાર રૂપિયા હતા, જે હવે 1 લાખ રૂપિયા થઈ ગયા છે. તેનાથી તેમને હવે મોટી રાહત મળશે. સાથે જ મકાન માલિકોને પણ મોટી રાહત મળી છે. મહત્વનું છે કે, ભાડાની આવક પર TDS કપાતની મર્યાદા નાણાકીય વર્ષ દીઠ રૂ. 2.4 લાખથી વધારીને રૂ. 6 લાખ પ્રતિ નાણાકીય વર્ષ કરવામાં આવી છે.
વિદેશી વ્યવહારો પર TCS મર્યાદામાં વધારો થયો છે
આ ઉપરાંત, વિદેશથી ટ્રાન્ઝેક્શન કરનારા લોકો માટે આરબીઆઈની લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ માટે ટીસીએસ કપાતની મર્યાદા પણ વધારવામાં આવી છે. અગાઉ, વિદેશમાંથી રૂ. 7 લાખના વ્યવહારો પર TCS કાપવામાં આવતો હતો, જે વધારીને રૂ. 10 લાખ કરવામાં આવ્યો છે.
એજ્યુકેશન લોન પર ટીડીએસ (TDS) દૂર કરાયો
વિશિષ્ટ નાણાકીય સંસ્થા પાસેથી એજ્યુકેશન લોન પર TCS કપાત દૂર કરવામાં આવી છે. અગાઉ, 7 લાખથી વધુની એજ્યુકેશન લોન પર 0.5% TCS કાપવામાં આવતો હતો, જ્યારે 7 લાખથી વધુના શૈક્ષણિક વ્યવહારો પર 5% TCS કાપવામાં આવતો હતો.
આ ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ ફંડમાંથી કમાણીની મર્યાદા છે
ડિવિડન્ડની આવક પર ટીડીએસની મર્યાદા 5,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.જ્યારે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પર મળેલી આવક પર TDS મર્યાદા પણ દર નાણાકીય વર્ષમાં 5 હજાર રૂપિયાથી વધારીને 10 હજાર રૂપિયા કરવામાં આવી છે. આ સિવાય TDS પણ વધારીને 10,000 રૂપિયા પ્રતિ ઈનામ કરવામાં આવ્યો છે.
એલપીજીની કિંમત
ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવની સમીક્ષા કરે છે, તેથી તમે 1 એપ્રિલની વહેલી સવારે સિલિન્ડરના ભાવમાં ફેરફાર જોવા મળે છે.
ATF અને CNG-PNG દરો
દર મહિનાની પહેલી તારીખે ઓઈલ કંપનીઓ એર ટર્બાઈન ઈંધણ (ATF) અને CNG-PNGની કિંમતોમાં પણ થોડો ફેરફાર કરે છે.