ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. હાલની યુદ્ધની સ્થિતિની વચ્ચે જ્યારે શેરબજાર ઘટે છે, ત્યારે સોનાના ભાવ વધે છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિવેદનો તથા ચાલુ વૈશ્વિક તણાવને લીધે ચિત્ર અલગ જોવા મળી રહ્યું છે. દેશમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. સોનું અને ચાંદી બંને સસ્તા થયા છે.
આજે સોના ચાંદીના ભાવ કેટલા ઘટ્યા ?
ચાંદીના ભાવમાં 5% સુધીનો ઘટાડો થયો છે જ્યારે સોનું 1.5% સસ્તું થયું છે. ચાંદીના ભાવ ₹11,000 ઘટીને ₹232,000 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર થયા છે. તો બીજી તરફ સોનાનો ભાવ ₹151,450 પ્રતિ 10 ગ્રામ પર આવી ગયો છે.
આજે સોનાનો ભાવ
MCX પર સોનાના વાયદા ₹152,490 (પ્રતિ 10 ગ્રામ) પર ખુલ્યા હતા. પાછલા ટ્રેડિંગ દિવસે MCX પર સોનું ₹153,708 પર બંધ થયું હતું. સવારે 9:55 વાગ્યાની આસપાસ સોનાના વાયદા ₹150,495 પર ટ્રેડિંગ કરી રહ્યા હતા. જે 2.09 ટકાનો ઘટાડો દર્શાવે છે. શરૂઆતના ટ્રેડિંગ દરમિયાન સોનાના વાયદા ₹152,490 ની ઊંચી સપાટીને સ્પર્શી ગયા હતા.
આજે ચાંદીનો ભાવ
એમસીએક્સ પર, 5 મે, 2026 ના રોજ સમાપ્ત થતા ચાંદીના વાયદાના ભાવ 4.90 ટકા ઘટીને ₹243,501 (કિલોગ્રામ દીઠ) પર ટ્રેડ થઈ રહ્યા હતા - એટલે કે આશરે ₹11900 . ચાંદીના ટ્રેડિંગ દિવસની શરૂઆત ₹ 242800 થી થઈ હતી. દિવસના ટ્રેડિંગ સત્ર દરમિયાન ચાંદીનો ઉચ્ચતમ ભાવ ₹242800 હતો.
મોટા શહેરોમાં આજનો સોનાનો ભાવ (ગુડ રિટર્ન્સ અનુસાર)
| શહેર | 24 કેરેટ પ્રતિ 10ગ્રામ | 22 કેરેટ પ્રતિ 10 ગ્રામ |
અમદાવાદ
| 1,51,470 | 1,38,850 |
| વડોદરા | 1,51,470 | 1,38,850 |
| રાજકોટ | 1,51,470 | 1,38,850 |
| સુરત | 1,51,470
| 1,38,850
|
| મુંબઇ | 1,51,420 | 1,38,800 |
| દિલ્હી | 1,51,570 | 1,38,950 |
ભારતીય પરંપરાઓ અને લાગણીઓ સાથે જોડાયેલ
ભારતમાં સોનું ફક્ત રોકાણનું સાધન નથી. તે લોકોની પરંપરાઓ અને લાગણીઓ સાથે પણ ઊંડે સુધી જોડાયેલું છે. લગ્ન, તહેવારો અને ખાસ પ્રસંગો દરમિયાન સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. ઘણા પરિવારો પેઢી દર પેઢી સોનાને સાચવવાની પરંપરાને જાળવી રાખે છે, તેને સુરક્ષા અને સમૃદ્ધિનું પ્રતીક માને છે.
ગ્રામીણ વિસ્તારોથી લઈને શહેરી કેન્દ્રો સુધી, સોનાને એક વિશ્વસનીય સંપત્તિ માનવામાં આવે છે. જ્યારે પણ આર્થિક અનિશ્ચિતતા વધે છે, ત્યારે લોકો ઘણીવાર સોના તરફ વળે છે. આ જ કારણ છે કે, ભારતમાં, સોનાને ફક્ત ઘરેણાં સાથે જ નહીં, પરંતુ સંસ્કૃતિ, શ્રદ્ધા અને ભવિષ્યની સુરક્ષા સાથે પણ જોડવામાં આવે છે.
આ પણ વાંચો: ભારતના કયા રાજ્યમાં તેલના સૌથી વધારે કૂવા ?