કર્મચારી ભવિષ્ય નિધિ સંસ્થા (EPFO)ના સભ્યો માટે એક મોટી ખબર સામે આવી છે. EPFO જાન્યુઆરી 2026થી એ.ટી.એમ. દ્વારા પૈસા ઉપાડવાની સુવિધા શરૂ કરી શકે છે. સમાચાર મુજબ EPFOની સર્વોચ્ચ નિણર્મયકારી સંસ્થા CBT (સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ) ઓક્ટોબરના બીજા અઠવાડિયામાં યોજાનારી બોર્ડ મીટિંગમાં આ સુવિધાને મંજૂરી આપી શકે છે.


ઓનલાઇન ક્લેમ કરવાની ઝંઝટથી મળશે મુક્તિ

એટીએમમાંથી પૈસા ઉપાડવાની સુવિધા કર્મચારીઓ માટે મોટી રાહતરૂપ થશે. હવે તેમને PF પૈસા ઉપાડવા માટે ઓનલાઈન ક્લેમ કરવાની ઝંઝટભરી પ્રોસેસ ફોલો કરવાની જરૂર નહીં પડે. લાંબા સમય સુધી પૈસા માટે રાહ પણ જોવાની જરૂર પણ નહીં રહે. કર્મચારીઓ સીધા કોઈપણ એટીએમ બ્રાન્ચમાં જઈને PFમાંથી પોતાનું નાણા ઉપાડી શકે તેવું બનશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે EPFOનું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે એટીએમના લેવલના ટ્રાન્ઝેક્શન્સ માટે તૈયાર છે. તેમણે વધુમાં કહ્યું કે આટીએમમાંથી રૂપિયા ઉપાડવાની મર્યાદા રહેશે, પરંતુ એ અંગે હજી ચર્ચા ચાલી રહી છે.

મંત્રાલય RBI સાથે કરી રહ્યું છે ચર્ચા

એક ઉચ્ચ અધિકારીના જણાવ્યું અનુસાર મંત્રાલયે વિવિધ બેંકો અને રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (RBI) સાથે આ એટીએમ સુવિધાને લઈને ચર્ચા શરૂ કરી છે. અધિકારીએ કહ્યું કે આ સુવિધાને હવે જરૂરી તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે સરકાર ઈચ્છે છે કે નાગરિકોને તેમના PF ખાતાં સુધી સારી પહોંચ મળે.

EPFO પાસે છે 28 લાખ કરોડ રૂપિયાનો ભંડોળ

હાલમાં EPFOના અંદાજે 7.8 કરોડ રજિસ્ટર્ડ સભ્યો છે, જેઓએ કુલ મળીને 28 લાખ કરોડ રૂપિયાનું ભંડોળ જમા કરાવ્યુ છે. 2014માં આ આંકડો માત્ર 7.4 લાખ કરોડ રૂપિયા અને 3.3 કરોડ સભ્યોનો હતો.


  • Follow us on: