8મા પગાર પંચે મુંબઈમાં કર્મચારી અને પેન્શનર સંગઠનોના પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ કરી છે. આ ચર્ચામાં પગાર, પેન્શન, ભથ્થાં અને કામ કરવાની પરિસ્થિતિઓ જેવા મુખ્ય મુદ્દાઓ આવરી લેવામાં આવ્યા હતા. હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને દર વર્ષે 3% નો નિશ્ચિત પગાર વધારો મળે છે. પરંતુ વિવિધ શહેરોમાં યોજાયેલી બેઠકો દરમિયાન કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ વાર્ષિક ઇન્ક્રીમેન્ટ દર 3% થી વધારીને 7% સુધી કરવાની રજૂઆત કરી છે.

સંગઠનોની વિવિધ માંગણીઓ અને પ્રસ્તાવ

વિવિધ કર્મચારી મંડળોએ 8મા પગાર પંચ સમક્ષ પોતાનો પક્ષ મૂક્યો છે.

NC-JCM (નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી): મેમોરેન્ડમમાં વાર્ષિક 6% પગાર વધારાની માંગ કરી છે.

AIDEF અને FNPO: ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન અને ફેડરેશન ઓફ નેશનલ પોસ્ટલ ઓર્ગેનાઈઝેશન બંનેએ 6% વધારાની અપીલ કરી છે. AINPSEF (ઓલ ઈન્ડિયા ન્યૂ પેન્શન સ્કીમ એમ્પ્લોઈઝ ફેડરેશન): વાર્ષિક 7% ઇન્ક્રીમેન્ટની માંગ કરી છે. 

IRTSA (ઈન્ડિયન રેલ્વે ટેકનિકલ સુપરવાઈઝર્સ એસોસિએશન): વાર્ષિક 5% વધારાનો પ્રસ્તાવ મૂક્યો છે.

લેવલ 9 ના કર્મચારીઓને કેટલો ફાયદો થશે?

7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને વાર્ષિક 3% વધારો મળે છે. 8મા પગાર પંચમાં ₹1,21,068 ના અંદાજિત મૂળ પગાર પર 3% ના દરે દર વર્ષે ₹3,632 નો વધારો થાય (જે પે મેટ્રિક્સના નિયમો મુજબ rounding off થઈને ₹3,700 થાય). જો સંગઠનોની માંગ મુજબ 7% ઇન્ક્રીમેન્ટ મંજૂર થાય, તો આ જ બેઝિક પગાર પર દર વર્ષે આશરે ₹8,475 (ગોળાકારમાં ₹8,500) નો મોટો વધારો થશે. આનો અર્થ એ છે કે લેવલ 9 ના કર્મચારીઓને દર વર્ષે સીધો ₹4,800 થી ₹4,843 નો વધારાનો લાભ મળશે.

લેવલ 10 ના કર્મચારીઓને કેટલો લાભ મળશે?

જો 8મા પગાર પંચમાં 2.28 નો ફિટમેન્ટ ફેક્ટર લાગુ થાય અને 7% ઇન્ક્રીમેન્ટ સ્વીકારવામાં આવે, તો લેવલ 10 ના કર્મચારીઓને મોટો ફાયદો થશે.

બેઝિક પે: 7મા પગાર પંચનો ₹56,100 નો બેઝિક પે 2.28 ના ફિટમેન્ટ ફેક્ટર સાથે વધીને ₹1,27,908 થશે.

3% ટકા વધારો: વર્તમાન નિયમ મુજબ વાર્ષિક ₹3,837 નો વધારો થાય.

7% ટકા વધારો: જો 7% નો પ્રસ્તાવ સ્વીકારાય તો વાર્ષિક આશરે ₹8,954 નો વધારો થશે.

લેવલ 11 ના કર્મચારીઓનું ગણિત અને નફો

7મા પગાર પંચમાં લેવલ 11 નો પ્રારંભિક મૂળ પગાર ₹67,700 છે, જે 2.28 ફિટમેન્ટ ફેક્ટરના આધારે 8મા પગાર પંચમાં અંદાજે ₹1,54,356 થશે. વર્તમાન 3% દરે  જોઈએ તો કર્મચારીઓને દર વર્ષે ₹4,631 (નિયમ મુજબ rounding off થઈને ₹4,700) નો વધારો મળે. પ્રસ્તાવિત 7% દર મુજબ જો 7% વધારો મંજૂર થાય તો આ જ બેઝિક પે પર વાર્ષિક આશરે ₹10,805 (ગોળાકારમાં ₹10,900) નો વધારો થશે. ચોખ્ખો ફાયદો જોઈએ તો 7% ઇન્ક્રીમેન્ટથી લેવલ 11 ના કર્મચારીઓને તેમના મૂળ પગાર પર દર વર્ષે ₹6,174 થી ₹6,200 નો સીધો વાર્ષિક લાભ થશે.


આ પણ વાંચો : Rule Change 1st November: 1 નવેમ્બરથી દેશમાં બદલાશે આ મોટા નિયમો! LPG સિલિન્ડર, ટોલ પાસ અને GST પર પડશે સીધી અસર