હાલમાં લેવલ-1 ના કર્મચારીઓ માટે લઘુત્તમ પગાર ₹18,000 છે, જેને વધારીને ₹50,000 થી ₹60,000 કરવાની માંગ કરવામાં આવી છે. તે જ રીતે, એન્ટ્રી લેવલના શિક્ષકો (લેવલ-6) માટે લઘુત્તમ પગાર સીધો ₹1,34,500 રાખવાનો પ્રસ્તાવ મુકાયો છે.

ભથ્થાં અને ડિજિટલ સુવિધાઓનું નવું માળખું

મોંઘવારીને પહોંચી વળવા માટે માત્ર પગાર નહીં પણ ભથ્થામાં પણ ધરખમ ફેરફારો સૂચવવામાં આવ્યા છે. હાઉસ રેન્ટ એલાઉન્સ (HRA) ના દરોમાં વધારો કરીને તેને મહત્તમ 36% સુધી લઈ જવાની અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સમાં મૂળ પગારના 12-15% જેટલો વધારો કરવાની માંગ છે. ખાસ કરીને, આજના ડિજિટલ યુગમાં શિક્ષકો પર વધતા ઓનલાઈન કામના ભારણને ધ્યાનમાં રાખીને દર મહિને ₹2,000 નું નવું 'ડિજિટલ ભથ્થું' આપવાની રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત, બાળકોના શિક્ષણ માટેનું ભથ્થું (CEA) પણ ₹2,800 થી વધારીને ₹7,000 કરવાની માંગ કરાઈ છે.

સામાજિક સુરક્ષા અને પેન્શન યોજના પર ભાર

શિક્ષકો અને સરકારી કર્મચારીઓ માટે સૌથી સંવેદનશીલ મુદ્દો પેન્શનનો રહ્યો છે. સંગઠને નવી પેન્શન યોજના (NPS/UPS) ને સંપૂર્ણપણે નાબૂદ કરી જૂની પેન્શન યોજના (OPS) ને ફરીથી લાગુ કરવાની સ્પષ્ટ માંગ કરી છે. આ સાથે નિવૃત્તિની વય મર્યાદા 60 થી વધારીને 65 વર્ષ કરવાની અને રજાઓના રોકડીકરણ (Leave Encashment) ની મર્યાદા 300 થી વધારીને 400 દિવસ કરવાની માંગણી છે. આ સુધારાઓનો મુખ્ય હેતુ નિવૃત્ત શિક્ષકોને સુરક્ષિત અને સન્માનજનક જીવન પૂરું પાડવાનો છે.

તબીબી સુવિધાઓ અને પ્રમોશનમાં સુધારા

કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કારકિર્દીના વિકાસ માટે પણ મેમોરેન્ડમમાં ભાર મૂકવામાં આવ્યો છે. શિક્ષકો માટે 100% કેશલેસ તબીબી સુવિધા (OPD અને IPD બંને માટે) આપવાનો પ્રસ્તાવ છે, જેથી મોંઘી સારવારનો આર્થિક બોજ ટાળી શકાય. પ્રમોશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે MACP યોજના હેઠળ 6, 12, 18 અને 24 વર્ષના અંતરે અપગ્રેડેશન આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, લઘુત્તમ વાર્ષિક બોનસની રકમ પણ સીધી ચાર ગણી વધારીને ₹27,640 કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: 1500 મહિલાઓનો આધારસ્તંભ બનવા ડૉ.પ્રીતિ અદાણીનું સ્વાભિમાન વિઝન મધ્ય પ્રદેશના આંગણે પહોંચ્યું