નવી દિલ્હીમાં 25 ફેબ્રુઆરીના રોજ યોજાયેલ રાષ્ટ્રીય પરિષદ (સ્ટાફ સાઇડ)-જોઇન્ટ કન્સલ્ટેટિવ મશીનરી (NC-JCM) ની બેઠકમાં 8મા પગાર પંચને લગતા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઇ. આ બેઠકમાં સંરક્ષણ, રેલ્વે અને ટપાલ વિભાગના પ્રતિનિધિઓ હાજર રહ્યા.


કર્મચારી સંગઠનોની મુખ્ય માંગણીઓમાં સામેલ છે

  • પરિવાર એકમ વધારવો: હાલ ત્રણ પરિવારોનો હિસાબ લેતા, તેને પાંચ પરિવારો સુધી વધારવાની માંગ.
  • ઓછામાં ઓછા 5 પ્રમોશન: દરેક કર્મચારી માટે ઓછામાં ઓછા પાંચ પ્રમોશન સુનિશ્ચિત કરવાની માંગ.
  • વાર્ષિક પગાર વધારો: પગારમાં નિયમિત વધારો અને મહત્તમ-લઘુત્તમ પગારમાં તફાવત ઘટાડવો.
  • જૂની પેન્શન યોજના (OPS) પુનઃસ્થાપિત કરવી: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) અને યુનિફાઇડ પેન્શન સિસ્ટમ (UPS) બદલે OPS.

પ્રમોશન અંગેના મુદ્દા

ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોઈઝ ફેડરેશન (AIDEF) ના જનરલ સેક્રેટરી સી. શ્રીકુમાર એ જણાવ્યું કે-Junior સ્તરના પ્રતિભાશાળી કર્મચારીઓ વર્ષો સુધી પ્રમોશનથી વંચિત રહે છે. 8મા પગાર પંચમાં કર્મચારી માટે ઓછામાં ઓછા પાંચ પ્રમોશનની ખાતરી માંગવામાં આવી છે, જેથી નિરાશા ઘટે અને વ્યવસ્થા વધુ પારદર્શી બને.

પગાર અને પેન્શન સુધારા

  • હાલ મહત્તમ પગાર લઘુત્તમ પગારના 13 ગણો છે, જેને ઘટાડી 10 ગણો કરવાની માંગ.
  • OPS પુનઃસ્થાપિત કરવા માટે દબાવ, જેથી નિવૃત્તિ પછી વધુ સુરક્ષા મળે
  • CGHS ઉપલબ્ધ ન હોય તેવા શહેરોમાં માસિક ભથ્થું ₹1,000 થી વધારી ₹20,000 કરવાની માંગ

આગામી પડકારો

અગામી 10-15 દિવસમાં તમામ કર્મચારી સંગઠનો તેમની માંગણીઓ સબમિટ કરશે. ત્યારબાદ સંયુક્ત મેમોરેન્ડમ તૈયાર કરીને 8મા પગાર પંચના અધ્યક્ષ ન્યાયાધીશ રંજના પ્રકાશ દેસાઈને સુપરત કરવામાં આવશે. અંતિમ બેઠક 10 માર્ચે યોજાશે. કર્મચારીઓ માટે આ પગાર સુધારા અને પ્રમોશન સુધારાઓ નક્કી થશે કે નહીં, તે આગામી મેમોરેન્ડમ અને સરકારની પ્રતિસાદ પર આધાર રાખશે.

આ પણ વાંચો : WhatsApp SIM rule : 1 માર્ચથી સિમ વગર WhatsApp નહીં ચાલે, જાણો નવો નિયમ


  • Follow us on: