હિંડનબર્ગ કેસમાં સેબી તરફથી ક્લિનચીટ મળ્યા બાદ અદાણી ગ્રુપની કંપનીના શેરના ભાવમાં વધારો જોવા મળ્યો છે. જેમાં આજે 22 સપ્ટેમ્બરે અદાણી પાવરનો ભાવ 15 મહિનાની ટોચે પહોંચ્યો છે. આ દરમિયાન, અન્ય ગ્રુપ કંપનીઓના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે. અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ અને અદાણી સિમેન્ટના શેરમાં પણ તેજી જોવા મળી રહી છે.


અદાણી ગ્રુપના શેરમાં ભારે ઉછાળો

ઉલ્લેખનીય છે કે શુક્રવારે, કંપનીના માર્કેટકેપમાં આશરે ₹69,000 કરોડનો વધારો થયો હતો અને આજે 22 સપ્ટેમ્બરે ગ્રુપના માર્કેટકેપમાં 1.13 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. આનો અર્થ એ થયો કે બે દિવસમાં અદાણી ગ્રુપની માર્કેટકેપ 1.7 લાખ કરોડ વધી છે. BSE પર અદાણી પાવર 19.99 ટકા વધીને દોઢ વર્ષના ઉચ્ચતમ સ્તર ₹170.15 પર પહોંચ્યો. અદાણી ટોટલ ગેસમાં 17.49 ટકા વધારો, અદાણી ગ્રીન એનર્જી 8.12 ટકા અને અદાણી એનર્જી સોલ્યુશન્સ 5.67 ટકા વધ્યા. અન્ય ગ્રુપ કંપનીઓમાં, અદાણી એન્ટરપ્રાઇઝ 4 ટકા, એનડીટીવી 3.51 ટકા, સાંઘી ઇન્ડસ્ટ્રીઝ 3.29 ટકા, અદાણી પોર્ટ્સ 2 ટકા, જ્યારે એસીસી અને અંબુજા સિમેન્ટ્સ દરેકે 2 ટકા વધ્યા. જો કે તમને જણાવી દઈએ કે શેરમાર્કેટમાં આજે સેન્સેક્સ 500 પોઈન્ટથી નીચે છે, જ્યારે નિફ્ટી 131 પોઈન્ટ ડાઉન છે.

સ્ટોક મેનીપ્યુલેશન અથવા સંબંધિત પક્ષના દુરુપયોગના કોઈ પુરાવા મળ્યા નથી: SEBI

2023ની શરૂઆતમાં યુએસ સ્થિત શોર્ટ સેલર હિન્ડેનબર્ગ રિસર્ચ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુરુવારે સેબીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે નિયમનકારને સ્ટોક મેનીપ્યુલેશન અથવા સંબંધિત પક્ષના દુરુપયોગના કોઈ પુરાવા મળ્યા નથી. શુક્રવારે અદાણી ગ્રુપના શેર પણ મજબૂત વધારા સાથે બંધ થયા, જેમાં અદાણી પાવરનો શેર 12%થી વધુ ઉછળ્યો છે.


  • Follow us on: