અદાણી ન્યૂ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (એએનઆઈએલ)એ દેશના સ્વચ્છ ઉર્જા સંક્રમણમાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ ગુજરાતના કચ્છમાં 5 મેગાવોટની ક્ષમતા ધરાવતો ભારતનો સર્વ પ્રથમ ઓફ-ગ્રીડ ગ્રીન હાઈડ્રોજન પાયલોટ પ્લાન્ટ સફળતાપૂર્વક કાર્યાન્વિત કર્યાની આજે જાહેરાત કરી છે. સંપૂર્ણપણે ઓફ-ગ્રીડનું સંચાલન કરવા માટે કંપનીને સક્ષમ કરવા સાથે વિકેન્દ્રિત, નવીનીકરણીય સંચાલિત હાઈડ્રોજન ઉત્પાદનમાં એક નવું દષ્ટાંત પ્રસ્થાપિત કરતો આ અત્યાધુનિક પ્લાન્ટ સૌર ઉર્જા દ્વારા 100% હરીત વીજ-સંચાલિત અને બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (બીઇએસએસ) સાથે સંકલિત છે.
ક્લોઝ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ સામેલ
ANILનો પાયલોટ પ્લાન્ટએ ભારતની 5 મેગાવોટ ગ્રીન હાઈડ્રોજન ક્ષમતા ધરાવતી સર્વ પ્રથમ ઓફ-ગ્રીડ સુવિધા છે, જેમાં રીઅલ-ટાઈમ નવીનીકરણીય ઉર્જા ઈનપુટ્સને ઝડપી પ્રત્યુત્તર આપવા માટે રચાયેલી સંપૂર્ણ સ્વયં ચાલિત, ક્લોઝ-લૂપ ઇલેક્ટ્રોલાઇઝર સિસ્ટમ સામેલ છે. આ કાર્યક્ષમતા, સલામતી અને તેની ભૂમિકાને સુનિશ્ચિત કરતી વખતે ખાસ કરીને સૌર ઉર્જાની વિવિધતા ઉપર ધ્યાન આપવા માટે અતિ કિંમતી કામગીરીની સરળતા પ્રદાન કરે છે. આ પ્રગતિ ઉભરતા ગ્રીન હાઈડ્રોજનના અર્થતંત્રમાં નવીનતા, ટકાઉપણું અને નેતૃત્વ પ્રત્યેની અદાણી સમૂહની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવવા ઉપરાંત ભારતની ગ્રીન હાઈડ્રોજન ઉત્પાદન માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની મહત્વાકાંક્ષાને તે બળ આપે છે અને હાર્ડ-ટુ-એબેટ ક્ષેત્રોમાં નવીનીકરણીય વીજ સંચાલિત ઔદ્યોગિક કાર્યક્રમો માટે બેન્ચમાર્ક પ્રસ્થાપિત કરે છે.
આ પ્રોજેક્ટ ભારતના લો-કાર્બન ભવિષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે
ગુજરાતમાં મુન્દ્રામાં ANILના આગામી ગ્રીન હાઈડ્રોજન હબની ભાવિ પરિક્લ્પનાના પુરાવા તરીકે પણ કામ કરતો આ પાયલોટનો આ એક મુખ્ય પ્રોજેક્ટ ભારતના લો-કાર્બન ભવિષ્યમાં નોંધપાત્ર યોગદાન આપશે. ગ્રીન હાઈડ્રોજન ખાતરો, શુદ્ધિકરણ અને ભારે પરિવહન જેવા ડીકોર્બોનાઈઝિંગ ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સાથે વૈશ્વિક ચોખ્ખા-શૂન્ય લક્ષ્યો પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા અદા કરશે તેવી અપેક્ષા છે. નેશનલ ગ્રીન હાઈડ્રોજન મિશન (NGHM) સાથે જોડાયેલી આ પહેલનો હેતુ ભારત સરકારના આયાતની અવલંબન ઘટાડવા, ઉર્જા આત્મનિર્ભરતા વધારવા અને ઉર્જા-સઘન ઉદ્યોગોના ડિકાર્બોનાઈઝેશનને વેગ આપવા માટેના કાર્યક્રમનો મુખ્ય ભાગ છે, આ તમામ આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પરિપૂર્ણતામાં પરિવર્તિત કરે છે.