ભારતની લોકપ્રિય એરલાઈન્સ આકાસા એરલાઈન્સે ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ ફ્લાઈટના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી છે. કંપનીએ જણાવ્યું છે કે નવા દર 15 માર્ચ 2026થી લાગુ થશે અને ટિકિટ ખરીદતી વખતે ઈંધણ સરચાર્જ (Fuel Surcharge) પણ ઉમેરવામાં આવશે.
મુસાફરોને સીધો અસર કરશે નિર્ણય
નોંધનીય વાત એ છે કે ઈંધણ સરચાર્જના વધારા સાથે ટિકિટની કુલ કિંમતમાં 199 રૂપિયાથી શરૂ થતા સરચાર્જ 1300 રૂપિયા સુધી વધી શકે છે. કંપનીના જણાવ્યા મુજબ આ પગલું ભરતા ઈંધણના ખર્ચ અને ગ્લોબલ ઓઈલ પ્રાઈઝના દબાણને ધ્યાને રાખીને લેવામાં આવ્યું છે. ઈંધણ સરચાર્જમાં વધારો એ માત્ર એક ન્યૂનતમ ટેક્નિકલ અપડેટ નથી પણ મુસાફરો માટે ટિકિટ ખર્ચ પર સીધો પ્રભાવ પાડનારું પગલું છે. ખાસ કરીને લાંબા અંતરના ફ્લાઈટ માટે ટિકિટ ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ પગલાથી એરલાઈન્સને તેમના ઓપરેશનલ ખર્ચને સંતુલિત કરવા સહાય મળશે.
