ભારતીય શેર માર્કેટમાં ગુરૂવાર 8 જાન્યુઆરીએ સતત ચોથા સેશનમાં ઘટાડો યથાવત જોવા મળ્યો છે. જેનું કારણ અમેરિકા-ભારત વેપાર કરારને લઈને અનિશ્ચિતતા અને ઘરેલુ સ્તર પર નવા કારણોની અછત અને વધતો ભૂ-રાજકીય તણાવ હતો. તેમ છતાં કપડા સાથે જોડાયેલી કેટલીક કંપનીઓના શેરમાં તેજી જોવા મળી છે.
શેરના ભાવમાં 8.5 ટકાનો થયો વધારો
તેની વચ્ચે મુકેશ અંબાણીની પાર્ટનરશીપ વાળી કંપની આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમતમાં 8.5 ટકાનો વધારો થયો છે અને ભાવ 17.21 રૂપિયા પર પહોંચી ગયો છે. જે છેલ્લા 2 અઠવાડિયાનું સૌથી ઉચ્ચ સ્તર છે. જો કે આલોક ઈન્ડસ્ટ્રીઝના શેરની કિંમતમાં આ તેજીની પાછળનું મૂળભૂત કારણ કોઈ નથી પણ વેપારમાં થયેલો વધારો છે. સવારે 11.30 વાગ્યા સુધી NSE અને BSE પર લગભગ 23.3 મિલિયન શેરનું ખરીદ-વેચાણ થયું છે.
કેવું રહ્યું છે કંપનીનું પ્રદર્શન?
કંપનીના શેરમાં જુલાઈ અને ડિસેમ્બર 2025ની વચ્ચે ભારે વેચવાલીનું દબાણ જોવા મળ્યું છે, આ દરમિયાન શેરની કિંમતમાં 22 ટકાનો ઘટાડો આવ્યો અને તમામ 7 મહિનાના નુકસાનમાં બંધ થયા. કંપનીએ CY25માં 24 ટકાના ઘટાડામાં પણ યોગદાન આપ્યું, જે 2022 બાદ સૌથી મોટો ઘટાડો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની પાસે આલોક ઈન્ડસ્ટ્રીઝમાં 40 ટકા ભાગીદારી છે. 1986માં સ્થાપિત આલોક ઈન્ડસ્ટ્રીઝ એક સંપૂર્ણ સંકલિત ટેક્સટાઈલ કંપની છે, જેનું હેડક્વાર્ટર મુંબઈમાં આવેલું છે.
રિલાયન્સ પાસે કંપનીમાં 40 ટકા ભાગીદારી
કંપનીની કપાસ અને પોલીએસ્ટર બંને ક્ષેત્રોમાં મજબૂત હાજરી છે. કપાસ ક્ષેત્રમાં કંપની કાંતણથી લઈને વણાટ, પ્રોસેસ, તૈયાર કાપડ, ચાદર, ટુવાલ અને કપડા સુધી સંપૂર્ણપણે સંકલિત છે. 2020માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જેએમ ફાઈનાન્શિયલ એસેટ રિકન્સ્ટ્રક્શનની સાથે મળીને બાકી લોન વસૂલવા માંગતા ધિરાણકર્તાઓ દ્વારા શરૂ કરાયેલી નાદારીની કાર્યવાહીમાં હરાજી દ્વારા આલોક ઈન્ડસ્ટ્રીઝનું સફળતાપૂર્વક અધિગ્રહણ કર્યું. BSE શેરહોલ્ડિંગ ડેટા મુજબ સપ્ટેમ્બર ત્રિમાસિકના અંત સુધીમાં RILની પાસે કંપનીનો 40 ટકા હિસ્સો હતો, જ્યારે જેએમ ફાઈનાન્શિયલની પાસે કંપનીમાં 34.99 ટકા ભાગીદારી હતી.
આ પણ વાંચો: Share Market Today: ટ્રમ્પ ટેરિફની ધમકી વચ્ચે શેરબજારમાં હાહાકાર, રોકાણકારોના 7 લાખ કરોડ ડૂબ્યા