દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપનીમાં એક એમેઝોન કંપનીએ તેના 30,000 કોર્પોરેટ કર્મચારીની છટણી શરૂ કરી દીધી છે. રોયટર્સના એક રિપોર્ટ અનુસાર આ પગલુ કંપનીના નફામાં સતત ઘટાડો અને ભવિષ્યની રણનીતીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યુ છે. કોરોના મહામારી દરમિયાન દુનિયાની સૌથી મોટી ઇ-કોમર્સ કંપની એમેઝોને મોટા પાયે ભરતી શરૂ કરી હતી. હવે સ્થિતિ બદલાઇ રહી છે આથી કંપનીએ પોતાના હિતને ધ્યાનમાં લઇને આ નિર્ણય કર્યો છે. કંપનીએ પોતાના વર્કફોર્સને બેલેન્સ કરવા આ પ્રયત્ન શરૂ કર્યો છે.
મહામારીમાં આડેધડ ભરતી કરવામાં આવી હતી
કંપની સતત પોતાના બચાવ પક્ષમાં આવુ કહી રહી છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ કરીને કોરોના કાળમાં જ્યારે ઓનલાઇન શોપિંગ વધ્યુ ત્યારે જરૂરતથી પણ વધારે લોકોની મેગા ભરતી કરવામાં આવી હતી. આ દરમિયાન સતત મળતા ઓર્ડરને પહોંચી વળવા કંપનીએ આ મથામણ શરૂ કરી હતી. હવે ધીરે ધીરે બજાર સામાન્ય સ્થિતિમાં આવવા લાગ્યુ છે લોકો ફરી એકવાર માર્કેટમાં જઇને ખરીદી કરવાનું પસંદ કરે છે કેટલાયે વિસ્તારોમાં તો હવે લોકો ઓનલાઇનથી દૂર ભાગી રહ્યા છે ત્યારે કંપનીએ આ નિર્ણય લેવો પડ્યો છે. કંપનીની સ્થિતિ એવી છે કે ખરચાઓને પહોચાતુ નથી કર્મચારીઓને પગારના ફાંફાં છે આથી કામકાજમાં સંતુલન જાળવી રાખવા માટે આ નિર્ણય લેવાયો છે.
