અમેરિકાની દિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ ભારતામાં 17.5 બિલિયન ડોલરનું રોકાણ કરશે. એશિયામાં કંપનીનું અત્યાર સુધીનું આ સૌથી મોટું રોકાણ હશે. માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ મંગળવારે X પર કરવામાં આવેલી એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી. ભારતમાં માઇક્રોસોફ્ટનું આ રોકાણ AI ક્ષેત્રમાં રહેશે.


સત્ય નડેલાએ X પર શેર કરી માહિતી

માઇક્રોસોફ્ટના CEO સત્ય નડેલાએ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે મુલાકાત પછી X પર તેમની સાથેનો એક ફોટો પણ પોસ્ટ કર્યો. સત્ય નડેલાએ ફોટો પોસ્ટ કરતાં માઇક્રોસોફ્ટના નવા ઈન્વેસ્ટમેન્ટ પ્લાન વિશે માહિતી આપી. સત્ય નડેલાએ X પર લખ્યું, ભારતના લક્ષ્યો અને મહાત્વાકાંક્ષાઓને સમર્થન આપવા માટે માઇક્રોસોફ્ટ 17.5 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. એશિયામાં આ અત્યાર સુધીનું અમારું સૌથી મોટું રોકાણ હશે. આ રોકાણથી ભારતના AI ભવિષ્ય માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કુશળતાઓ અને સૉવરેન ક્ષમતાઓ વિકસિત કરી શકાશે.

મોટી મોટી કંપનીઓ ભારતમાં કરી રહી છે રોકાણ

ભારત અત્યારના સમયમાં દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલા ડિઝીટલ માર્કેટમાંથી એક છે અને અહિંયા નવી અને ઉત્તમ તકોની કોઇ કમી નથી. એટલા માટે જ અમેરિકા જેવા દેશોની સૌથી મોટી કંપનીઓ પણ ભારતમાં જોરશોરથી રોકાણ કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જણાવ્યું હતું કે જ્યારે આખું વિશ્વ અનિશ્ચિતતાઓથી ભરેલું છે, ત્યારે ભારતમાં એક જુદા જ દૃષ્ટિકોણથી જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. જ્યારે આર્થિક મંદીની વાત કરવામાં આવે છે ત્યારે ભારત વિકાસની અલગ જ કહાની લખે છે.

આ પણ વાંચોઃ Anil Ambani ના પુત્ર વિરુદ્ધ CBI ની મોટી કાર્યવાહી, 228 કરોડ મની લોન્ડરિંગ મામલે દાખલ કરી FIR


  • Follow us on: