રિલાયન્સ પાવરના શેરમાં સતત તેજી જોવા મળી રહી છે. 10 જૂનને મંગળવારે ઈન્ટ્રા-ડે ટ્રેડમાં ભારે વોલ્યૂમની વચ્ચે BSE પર શેરમાં 11 ટકાની તેજી જોવા મળી છે. કંપનીનો શેર 71.35 રૂપિયા પર બંધ થયો છે. જે 10 વર્ષમાં સૌથી ઉંચો ભાવ છે. પાવર પ્રોડક્શન કંપનીનો શેર નવેમ્બર 2014 બાદ પોતાના સૌથી ઉંચા ભાવ પર ટ્રેડ કરી રહ્યો છે. અનિલ અંબાણીની રિલાયન્સ ગ્રુપની કંપનીની માર્કેટ વેલ્યુમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. આ સમય દરમિયાન 17 ટકાની તેજી આવી છે. ગયા મહિને BSE પર શેરમાં 85 ટકાની તેજી જોવા મળી હતી. બપોરે 12 વાગ્યેને 35 મિનિટે શેર 8.68 ટકાની તેજી સાથે 70.15 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો હતો.


નાના રોકાણકારો પાસે 50 ટકા શેર

તમને જણાવી દઈએ કે 7 મે 2025 સુધીમાં નાના રોકાણકારોની પાસે રિલાયન્સ પાવરના 50 ટકા શેર છે. ત્યારે LIC પાસે 2.49 ટકા ભાગીદારી છે, જ્યારે વીએફએસઆઈ હોલ્ડિંગ્સ પીટીઈ લિમિટેડની પાસે રિલાયન્સ પાવરમાં 4.99 ટકા ભાગીદારી છે. રિલાયન્સ પાવરના પ્રમોટર રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પાસે 24.90 ટકા ભાગીદારી છે.

શું છે શેરમાં તેજીનું કારણ?

9 મે 2025એ રિલાયન્સ પાવરે છેલ્લા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં 126 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો, જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં કંપનીને 397.56 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. કૂલ આવક 1 વર્ષ પહેલા 2194 કરોડ રૂપિયાથી ઘટીને 2066 કરોડ રૂપિયા રહી ગઈ. આ સિવાય રિલાયન્સ પાવરનું એક યૂનિટ, રિલાયન્સ એનયૂ સનટેકે એશિયાની સૌથી મોટી ઈન્ટીગ્રેટિડ સોલર અને બેટરી એનર્જી સ્ટોરેજ પ્રોજેક્ટ વિકસિત કરવા માટે SECIની સાથે 25 વર્ષની વીજળી ખરીદીનો કરાર કર્યો છે. 10,000 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં 930 મેગાવોટ સોલાર કેપેસિટી અને 465 MW/1860 MWh સ્ટોરેજ સામેલ થશે. 

  • Follow us on: