અનિલ અંબાણીને લઇને એક રાહતના સમાચાર સામે આવ્યા છે. મુકેશ અંબાણીના ભાઇ અનિલ અંબાણીને કાયકાદીય લડતમાં જીત મળી છે. બોમ્બે હાઇકોર્ટે મુંબઇ મેટ્રો વન પ્રાઇવેટ લિમિટેડડના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. જે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એક સબ્સિડિયરી કંપની છે. કોર્ટે મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીને આદેશ આપ્યો છે કે તેઓ MMOPLને ₹1,169 કરોડની ચૂકવણી કરે.


શું છે મામલો?

આ વિવાદ મુંબઇ મેટ્રો લાઇન 1 (વર્સોવા- અંધેરી-ઘાટકોપર) લઇને હતો. જેને સાર્વજનિક-અંગત ભાગીદારી (PPP) મોડલ પર બનાવ્યુ હતું. આ પ્રોજેક્ટને MMOP દ્વારા વિકસિત અને સંચાલિત કરવામાં આવ્યો હતો. જેમાં રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોટી ભાગીદારી છે. MMRDA અને રિલાયન્સ ગ્રુપની વચ્ચે પરિયોજનાના ખર્ચ અને ચૂકવણીને લઇને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો.

MMOPLએ દાવો કર્યો હતો કે આ પરિયોજનમાં ઘણુ વધારે રોકાણ કર્યુ પરંતુ અપેક્ષિત ચુકવણી કરવામાં આવી ન હતી. તેના જવાબમાં કંપનીએ કોર્ટમાં અરજી કરી.

કોર્ટનો આદેશ

બોમ્બે હાઇકોર્ટે MMOPLના દાવાને સાચો ઠેરવીને MMRDAને ₹1,169ની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે એ સ્પષ્ટ પણ કર્યુ કે આ ચૂકવણી કાયદાકીય અને સંવાદિત્મક શરતો અનુસાર વ્યાજબી છે.

આ આદેશ અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મોટી રાહત માનવામાં આવી રહી છે જે છેલ્લા કેટલાક વર્ષોથી આર્થિક તકલીફનો સામનો કરી રહી છે. આ નિર્ણયથી કંપનીની આર્થિક સ્થિતિ સુધરશે. MMOPL અને MMRDA વચ્ચે એક જોઇન્ટ વેન્ચર છે. જે વર્સોવા- અંધેરી- ઘાટકોપર કોરિડોર પર મુંબઇથી પ્રથમ મેટ્રો લાઇનનુ સંચાલન કરે છે. રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પાસે 74 ટકાની ભાગીદારી છે જ્યારે બાકીની MMRDA પાસે છે.

અનિલ અંબાણીના વ્યવસાયમાં ઘટાડો ઘણો ફિલ્મી રહ્યો. 2008માં 42 અરબ ડોલરની કુલ સંપત્તિની સાથે દુનિયાના છઠ્ઠા અમીર વ્યક્તિ હોવા છતાં વધારે દેવુ અને કાયદાકીય મુશ્કેલીઓ તથા માર્કેટ ડાઉન હોવાને કારણે પોતાના સામ્રાજ્યને બરબાદ થતુ જોયુ 2020માં, તેમણે યુકેની કોર્ટમાં નાદારી જાહેર કરી. તેમના મુખ્ય સાહસો, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ અને રિલાયન્સ કેપિટલ, અનુક્રમે 2019 અને 2021 માં નાદારી માટે અરજી કરી.

ઓગસ્ટ 2024 માં સેબીએ તેમને સિક્યોરિટીઝ માર્કેટમાં કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને 2019 માં એરિક્સનને ચૂકવણી ન કરવા બદલ તેઓ જેલમાંથી જતા જતા માંડ બચ્યા. જો કે તેમના ભાઇ મુકેશ અંબાણી તરફથી અંતિમ સમયે મદદ મળી હતી. હવે ત્યારે ફરી તેઓ કમબેક કરી રહ્યા છે અને બંને કંપનીઓ સારુ પ્રદર્શન કરી રહી છે જેનાથી અનિલ અંબાણીની નેટવર્થમાં વધારો થઇ રહ્યો છે.


  • Follow us on: