અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના શેર્સમાં આજે જબરદસ્ત ખરીદી જોવા મળી રહી છે. શેરમાં બુધવારે 5 ટકાની અપર સર્કિટ લાગતા 386.05 રૂપિયાના ઇન્ટ્રા ડે હાઇ પર પહોંચી ગયો ચે. શેર્સમાં ઝડપી તેજીનું કારણ ડિફેન્સ સંબંધિત ડીલ છે. ફ્રાંસની દિગ્ગજ ડિફેન્સ કંપની ડસૉલ્ટ એવિએશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટક્ચરની સહાયક રિલાયન્સ એરોસ્ટ્રક્ચર વચ્ચે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ જેટ બનાવવા માટે ડીલ સાઇન કરી છે. મહત્વનું છે કે ડસૉલ્ટ એવિએશન રાફેલ ફાઇટક જેટને બનાવે છે.
ડસોલ્ટ સાથે કરી ભાગીદારી
18 જૂને ટ્રેડ દરમિયાન એક્સચેન્જ ફાઇલિંગ દ્વારા, અનિલ અંબાણીની માલિકીની કંપનીએ જાહેરાત કરી હતી કે તેની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડે વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે દસોલ્ટ એવિએશન સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. 18 જૂનના રોજ તેની એક્સચેન્જ ફાઇલિંગમાં, રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરે જણાવ્યું હતું કે, "ડેસોલ્ટ એવિએશન અને રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પેટાકંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ (RAL) એ આજે પેરિસ એર શોમાં વૈશ્વિક બજારો માટે ભારતમાં ફાલ્કન 2000 બિઝનેસ એક્ઝિક્યુટિવ જેટનું ઉત્પાદન કરવા માટે એક સીમાચિહ્નરૂપ વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી ભારતની એરોસ્પેસ ઉત્પાદન ક્ષમતાઓને આગળ વધારવામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
ક્યારે મળશે પ્લેન ?
મહત્વનું છે કે દસોલ્ટ એવિએશન પ્રથમ વખત ભારતીય અને વૈશ્વિક બજારો માટે ફ્રાન્સની બહાર ફાલ્કન 2000 બિઝનેસ જેટનું ઉત્પાદન કરશે. ભારત યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, કેનેડા અને બ્રાઝિલ પછી આગામી પેઢીના બિઝનેસ જેટ બનાવતા દેશોના ચુનંદા ક્લબમાં જોડાયું છે. દસોલ્ટ એવિએશન 2028ના અંત સુધીમાં કોર્પોરેટ અને લશ્કરી ઉપયોગ માટે પ્રથમ 'મેડ ઇન ઇન્ડિયા' ફાલ્કન 2000 જેટ ડિલિવર કરશે.
અપર સર્કિટ વાગી
રાફેલ બનાવતી કંપનીને સાથે ભાગીદારીના સમાચાર બાદ રિલાયન્સ ઇન્ફ્રાના શેરમાં જોરદાર તેજી જોવા મળી છે. કંપનીનો શેર બીએસઇ પર 5 ટકાના વધારા સાથે 386.05 પર પહોંચી ગયો છે. આ સાથે જ તેનામાં અપર સર્કિટ વાગી છે.