ભારત સહિત દુનિયાભરના બજારોમાં આઇફોન-17ના દરેક મોડલના સેલ શરૂ થઇ ગયા છે. ભારતમાં ફોન ખરીદવાને લઇને મારામારી, ઝઘડા પણ જોવા મળ્યા છે. એવામાં ફોનને લઇને સામાન્ય લોકોમાં ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. શું તમને ખ્યાલ છે કે એપલ ફોનના વેચાણ પહેલા જ તેણે 5.29 લાખ કરોડની કમાણી કરી લીઘી છે.
એપલે પહેલેથી 60 બિલિયન ડોલરની કમાણી કરી
આખી દુનિયામાં iphone 17 ખરીદવાની હોડ શરૂ થઇ ગઇ છે, ભારતમાં તો ફોના ખરીદવા માટે મારામારીના વીડિયો સામે આવ્યા છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે એપલે પહેલેથી 60 બિલિયન ડોલરની કમાણી કરી ચૂક્યો છે. એ પણ એક પણ ફોન વેચ્યા વગર. હવે સવાલ એ છે કે આખરે આ થયું કઇ રીતે? તો જ્યારે 9 સપ્ટેમ્બરે આ કંપનીનો ફોન લોન્ચ કર્યો ત્યારે કંપનીના શેર 234 ડોલર નજીક હતો. જે 18 સપ્ટેમ્બરે વધીને 237 ડોલર પહોંચી ગયો. જેના કારણે કંપની માર્કેટ કેપમાં 60 બિલિયન ડોલરથી પણ વધારે નફો થયો. આ જ કારણે એપલને ફોન વેચાણ પહેલાં જ કમાણી થઇ ગઇ...













