આપણે ત્યાં દશેરાએ ગાડી ખરીદવી શુભ માનવામાં આવે છે આ અને દિવાળીને ધ્યાનમાં રાખીને કંપનીઓએ પણ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો તમે પણ આ વખતે ગાડી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ તકનો લાભ લેવાનુ ન ચુકશો. જ્યારથી GST 2.0 લાગપ થયુ છે કંપનીઓ અવનવી ઓફર આપીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. ગાડીની કિંમત GSTના લીધે ઓછી થઇ છે તો કંપની ગ્રાહકોને ફેસ્ટીવલ ડિસ્કાઉન્ટ, બોનસ, અલગ અલગ એક્સચેન્જ ઓફર આપી રહ્યા છે. એટલે કે હવે હેચબેક, કોમ્પેક્ટ સેડાન અને એસયૂવી ખરીદવી વધારે સરળ થઇ ગઇ છે.
ટાટા નેક્સોન પર સૌથી વધુ બચત
ટાટા નેક્સોન આ યાદીમાં મોખરે છે. ગ્રાહકોને 2 લાખ સુધીનો ફાયદો કરાવી રહી છે. જેમાં 1.55 લાખના કાપ પર GSTના કારણે અને સીધુ 45,000 રૂપિયા કેશ ડિસ્કાઉન્ટ, સ્ક્રેપેજ ઑફર્સ અને કોર્પોરેટ ડીલ્સ ઉપલબ્ધ છે. શહેરોમાં પહેલેથી જ લોકપ્રિય, નેક્સોન હવે વધુ વેલ્યુ ફોર મની બની ગયું છે.













