કાર કંપનીઓ માટે સપ્ટેમ્બર મહિનો ખૂબ જ શાનદાર સાબિત થયો છે, જેમાં હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડે ઇતિહાસની સૌથી મોટી માસિક વેચાણ નોંધાવીને ધમાલ મચાવી દીધી છે. GSTમાં રાહત બાદ વાહનોના ભાવમાં ઘટાડો અને નવરાત્રિના તહેવારની અસર સીધી વેચાણ પર જોવા મળી છે. કંપનીએ સપ્ટેમ્બરમાં કુલ 70,347 વાહનોનું વેચાણ કર્યું છે, જેમાં 51,547 યુનિટ્સની ઘરેલું અને 18,800 યુનિટ્સની નિકાસ સામેલ છે. ગયા વર્ષના સપ્ટેમ્બરની સરખામણીએ આ 10%નો વધારો દર્શાવે છે.
CRETA અને VENUE એ બનાવ્યા રેકોર્ડ
ઘરેલું બજારમાં SUV કારની માંગમાં જોરદાર તેજી જોવા મળી છે. હ્યુન્ડાઇએ જણાવ્યું કે તેની ઘરેલું વેચાણમાં SUVનો હિસ્સો 72.4% સુધી પહોંચી ગયો છે, જે કંપનીના ઇતિહાસમાં સૌથી વધુ છે. આ તેજીમાં CRETA અને VENUE મોડેલોએ કમાલ કર્યો છે. CRETA એ 18,861 યુનિટ્સની સાથે તેની અત્યાર સુધીની સૌથી વધુ માસિક વેચાણનો રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે VENUE એ 11,484 યુનિટ્સની નોંધણી સાથે છેલ્લા 20 મહિનામાં સૌથી વધુ માસિક વેચાણ હાંસલ કર્યું છે.
