ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી પ્રીમિયમ અને સ્ટાઇલિશ બાઇક્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. વર્ષ 2026 બાઇક પ્રેમીઓ માટે અત્યંત રોમાંચક રહેવાનું છે, કારણ કે વિશ્વવિખ્યાત બ્રાન્ડ્સ ભારતભરમાં તેમની શક્તિશાળી બાઇક્સ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ભારતીય માર્કેટમાં હવે લોકો માત્ર માઇલેજ નહીં, પણ પાવર અને લૂકને પણ મહત્વ આપી રહ્યા છે. આ જરૂરિયાતને પૂરી કરવા માટે BMW, રોયલ એનફિલ્ડ અને નોર્ટન જેવી કંપનીઓ મેદાનમાં ઉતરી રહી છે.

BMW F 450 GS

BMW મોટરાડ ફરી એકવાર એન્ટ્રી-લેવલ એડવેન્ચર સેગમેન્ટમાં ધમાકેદાર વાપસી કરી રહી છે. આ બાઇકનું ઉત્પાદન ચેન્નાઈ પાસે આવેલા TVSના પ્લાન્ટમાં શરૂ થઈ ચૂક્યું છે. તેમાં નવું 420 cc પેરેલલ-ટ્વિન એન્જિન મળશે. આક્રમક ડિઝાઇન અને X શેપવાળા ક્વાડ-LED DRL સાથે આ બાઇક યુવાનોની પહેલી પસંદ બની શકે છે.

રોયલ એનફિલ્ડ Bullet 650

રોયલ એનફિલ્ડ તેની આઇકોનિક બુલેટને હવે વધુ પાવરફુલ અવતારમાં રજૂ કરશે. મિલાન (ઇટાલી) ખાતે પ્રદર્શિત થયેલી Bullet 650 માં 647.9 ccનું એર/ઓઇલ-કૂલ્ડ એન્જિન હશે. જે લોકો બુલેટ 350 થી અપગ્રેડ થવા માંગે છે, તેમના માટે આ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થશે. તેનો ક્લાસિક લૂક અને મોટી રોડ પ્રેઝન્સ તેને ખાસ બનાવે છે.

નોર્ટન એટલાસ (Norton Atlas)

બ્રિટિશ બ્રાન્ડ નોર્ટન હવે TVS મોટર કંપનીના સહયોગથી ભારતમાં પ્રવેશ કરી રહી છે. Norton Atlas ADV બાઇક જૂન-જુલાઈ 2026 સુધીમાં લોન્ચ થવાની આશા છે. આ બાઇકમાં 585 cc પેરેલલ-ટ્વિન એન્જિન હશે જે 50 bhp પાવર જનરેટ કરશે. આ બાઇક 6-સ્પીડ ગિયરબોક્સ અને ક્વિકશિફ્ટર જેવા આધુનિક ફીચર્સથી સજ્જ હશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો