ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં પોતાનો દબદબો જાળવી રાખવા માટે હ્યુન્ડાઈ (Hyundai) આ વર્ષે મોટી તૈયારી કરી રહી છે. કંપની આ વર્ષે કુલ 3 નવા મોડલ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં બે પોપ્યુલર કારના ફેસલિફ્ટ વર્ઝન હશે અને એક સંપૂર્ણપણે નવી કોમ્પેક્ટ ક્રોસઓવર કાર હશે. આ સમાચારથી મારુતિ સુઝુકી અને ટાટા મોટર્સ જેવી દિગ્ગજ કંપનીઓ માટે સ્પર્ધા વધી શકે છે.


નવી Hyundai Exter 2026 (ફેસલિફ્ટ)

હ્યુન્ડાઈની સૌથી વધુ વેચાતી માઇક્રો SUV 'એક્સ્ટર' નવા અવતારમાં જોવા મળશે. ફ્રન્ટ ગ્રીલ, બમ્પર અને આઇકોનિક H-શેપ DRLમાં ફેરફાર જોવા મળશે. પાછળના ભાગમાં નવું ટેલગેટ અને ટેલલેમ્પ સેટઅપ હશે. મોટી ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન, ડિજિટલ ક્લસ્ટર અને નવી સીટ કવરિંગ સાથે પ્રીમિયમ ફીલ મળશે. એન્જિનમાં કોઈ ફેરફાર નહીં થાય. તે 1.2 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને CNG વિકલ્પ સાથે ચાલુ રહેશે.

નવી Hyundai Verna 2026 (ફેસલિફ્ટ)

સેડાન સેગમેન્ટમાં વર્ના હંમેશા ફેવરિટ રહી છે. નવા અપડેટમાં તેને વધુ આધુનિક બનાવવામાં આવશે. ડ્યુઅલ-સ્ક્રીન સેટઅપ અને નવું સ્ટીયરિંગ વ્હીલ મુખ્ય આકર્ષણ હશે. તેમાં 1.5 લિટર ટર્બો પેટ્રોલ (160bhp) અને 1.5 લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ (115bhp) એન્જિન મળશે. મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ગિયરબોક્સ ઉપલબ્ધ હશે.

નવી કોમ્પેક્ટ ક્રોસઓવર (Hyundai Bayon પર આધારિત)

આ હ્યુન્ડાઈનું નવું સરપ્રાઈઝ હથિયાર છે જે 2026 ના ત્રીજા ક્વાર્ટરમાં લોન્ચ થઈ શકે છે. આ કાર ગ્લોબલ મોડલ 'બાયોન' (Bayon) પર આધારિત હશે અને તેની લંબાઈ 4 મીટરથી ઓછી હશે. આમાં નવું 1.2 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન મળી શકે છે, જે હાઇબ્રિડ ટેકનોલોજી માટે તૈયાર હશે. આ ઉપરાંત, વેન્યુનું 1.0 લિટર ટર્બો એન્જિન પણ વિકલ્પ તરીકે મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: