શહેરોમાં સતત વધતી ટ્રાફિકની સમસ્યામાં મેન્યુઅલ કાર ચલાવવી ખૂબ જ કંટાળાજનક અને થકવી દેનારી હોય છે. વારંવાર ક્લચ દબાવવા અને ગિયર બદલવાની માથાકૂટમાંથી મુક્તિ આપતી ઓટોમેટિક કાર (Automatic Cars) શહેરી જીવન માટે બેસ્ટ વિકલ્પ છે. અહીં 10 લાખની અંદર આવતી એવી 5 શાનદાર ઓટોમેટિક હેચબેક કાર વિશે માહિતી આપવામાં આવી છે.

ટાટા ટિયાગો

ટાટા ટિયાગો એક મજબૂત અને સુરક્ષિત કાર છે. તેમાં પેટ્રોલની સાથે CNGમાં પણ ઓટોમેટિક ગિયરબોક્સનો વિકલ્પ મળે છે, જે તેને ખાસ બનાવે છે. 4-સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી આ કારના AMT મોડલની કિંમત રૂ.6.31 લાખથી રૂ.8.10 લાખ સુધીની છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ

ભારતની સૌથી લોકપ્રિય કારમાંની એક સ્વિફ્ટ તેના નવા 1.2-લિટર થ્રી-સિલિન્ડર એન્જિન સાથે શાનદાર પર્ફોર્મન્સ આપે છે. તેમાં વાયરલેસ ચાર્જર અને ટચસ્ક્રીન જેવા પ્રીમિયમ ફીચર્સ મળે છે. તેના AMT વેરિઅન્ટ્સ રૂ.7.04 લાખથી શરૂ થઈ રૂ.8.65 લાખ સુધી ઉપલબ્ધ છે.

હ્યુન્ડાઈ i20

જો તમારે લૂક અને ફીચર્સ બંને જોઈએ છે, તો હ્યુન્ડાઈ i20 શ્રેષ્ઠ છે. સનરૂફ અને ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર જેવા ફીચર્સથી સજ્જ આ કારના ઓટોમેટિક વેરિઅન્ટની કિંમત રૂ.8.13 લાખથી રૂ.10.52 લાખની વચ્ચે છે.

સિટ્રોએન C3

યુરોપિયન સ્ટાઇલ ધરાવતી આ કાર તેના ટર્બો પેટ્રોલ એન્જિન અને ઓટોમેટિક ગિયરબોક્સના કારણે ખૂબ જ સ્ફૂર્તિલી છે. સ્પોર્ટી ડ્રાઇવિંગના શોખીનો માટે આ એક સારો વિકલ્પ છે. જેની કિંમત અંદાજે રૂ.9.05 લાખની આસપાસ છે.

મારુતિ સુઝુકી ઓલ્ટો K10

સૌથી સસ્તી અને કિફાયતી ઓટોમેટિક કાર એટલે ઓલ્ટો K10. સાંકડી ગલીઓમાં ચલાવવા માટે આ કાર સૌથી સરળ છે. તેના ટોપ વેરિઅન્ટ્સ VXi (O) અને VXi+ (O) માં AMT સુવિધા મળે છે, જેની કિંમત માત્ર રૂ.4.95 લાખથી રૂ.5.45 લાખ સુધીની છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો