નવા વર્ષની શરૂઆતમાં જ ઓટો માર્કેટમાં ભારે હલચલ જોવા મળશે. 26 જાન્યુઆરી 2026ના રોજ મોસ્ટ અવેટેડ નવી રેનો ડસ્ટર લોન્ચ થવાની છે. પ્રજાસત્તાક દિને લોન્ચ થનારી આ એસયુવીમાં 10.1 ઇંચની ટચસ્ક્રીન, વાયરલેસ ચાર્જર અને ઓલ-ડિજિટલ ડિસ્પ્લે જેવા આધુનિક ફીચર્સ જોવા મળશે. તેવી જ રીતે, 21 જાન્યુઆરીએ નિસાન પોતાની બજેટ ફ્રેન્ડલી એમપીવી (MPV) નિસાન ગ્રેવાઈટ લોન્ચ કરશે, જે રેનો ટ્રાઈબર પર આધારિત હશે અને 10 લાખથી ઓછી કિંમતમાં ઉપલબ્ધ થશે.
EV સેગમેન્ટમાં થશે મોટો ધડાકો
ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં પણ મોટા ધડાકા થવાના છે. મારૂતિ સુઝુકી તેની પ્રથમ માસ-માર્કેટ ઇલેક્ટ્રિક એસયુવી ઈ-વિટારા જાન્યુઆરીના અંત સુધીમાં લોન્ચ કરશે, જે 543 કિમી સુધીની રેન્જ આપે તેવું મનાય છે. આ જ કારના આધારે ટોયોટા પણ તેની અર્બન ક્રૂઝર ઈવી રજૂ કરશે. આ બંને ઈલેક્ટ્રિક ગાડીઓ ટાટા કર્વી ઈવી અને હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિકને સીધી ટક્કર આપશે.













