ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં સબ-4 મીટર એસયુવી સેગમેન્ટમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળવાના છે. ગ્રાહકોની બદલાતી પસંદગીને ધ્યાનમાં રાખીને કંપનીઓ તેમના લોકપ્રિય મોડલ્સને નવા અવતારમાં લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. ખાસ કરીને Maruti Brezza, Hyundai Exter અને Maruti Fronx ના ફેસલિફ્ટ મોડલ તેમજ Kia Sonet, Tata Nexon અને Mahindra XUV 3XO ની નેક્સ્ટ જનરેશન લોન્ચ થવા માટે તૈયાર છે.


મારુતિ બ્રેઝા ફેસલિફ્ટ (2026)

નવી 2026 મારુતિ બ્રેઝા ફેસલિફ્ટના ટેસ્ટિંગ મોડલ્સ રસ્તાઓ પર જોવા મળ્યા છે, જે તેના ટૂંક સમયમાં લોન્ચિંગના સંકેત આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ અપડેટેડ મોડલમાં ડિઝાઇન અને ફીચર્સમાં મહત્વના ફેરફારો હશે. સૌથી મોટો ફેરફાર એન્જિનમાં હોઈ શકે છે; હાલના 1.5 લિટર પેટ્રોલ એન્જિન સાથે હવે ફ્રોન્ક્સ વાળું 1.0 લિટર ટર્બો પેટ્રોલ એન્જિન પણ મળી શકે છે. સાથે જ નવો 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ પણ આપવામાં આવશે.

હ્યુન્ડાઈ એક્સ્ટર ફેસલિફ્ટ

હ્યુન્ડાઈ તેની લોકપ્રિય માઇક્રો એસયુવી એક્સ્ટરનું ફેસલિફ્ટ મોડલ 2026ના મધ્ય સુધીમાં માર્કેટમાં ઉતારશે. આ નવી કારમાં સ્ટાઇલિંગમાં થોડો સુધારો કરવામાં આવશે, પરંતુ તેની મજબૂત અને બોક્સ ડિઝાઇન યથાવત રહેશે. ઇન્ટિરિયરમાં મોટી ટચસ્ક્રીન, નવી અપહોલ્સ્ટ્રી અને અપડેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ જોવા મળશે. એન્જિનમાં કોઈ ફેરફાર વગર 1.2 લિટર પેટ્રોલ અને CNG વિકલ્પ ચાલુ રહેશે.

અન્ય મહત્વના અપડેટ્સ

બ્રેઝા અને એક્સ્ટર ઉપરાંત, ટાટા નેક્સન અને કિઆ સોનેટ જેવી કારો પણ નવી ટેકનોલોજી અને સુરક્ષા ફીચર્સ (જેમ કે ADAS) સાથે અપડેટ કરવામાં આવશે. આ નવી એસયુવીઝ માર્કેટમાં સ્પર્ધામાં વધારો કરશે અને ખરીદદારોને વધુ પાવરફુલ તેમજ સ્માર્ટ વિકલ્પો પૂરા પાડશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: