ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં ટાટા મોટર્સ પહેલેથી જ દબદબો ધરાવે છે. ટાટા નેક્સોન અને પંચ જેવી સફળ કારો બાદ, કંપની હવે આ સેગમેન્ટમાં પોતાની પકડ વધુ મજબૂત કરવા માટે સજ્જ થઈ ગઈ છે. આગામી 12 મહિનાની અંદર ટાટા ત્રણ નવી પાવરફુલ ઇલેક્ટ્રિક SUVs લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે, જેમાં પ્રીમિયમથી લઈને લક્ઝરી સેગમેન્ટ સુધીની ગાડીઓ સામેલ હશે.

Tata Sierra EV: આઇકોનિક મોડલની નવા અવતારમાં વાપસી

આ નવી ઇલેક્ટ્રિક લાઇનઅપની શરૂઆત Tata Sierra EV થી થશે, જેને 30 જૂન 2026ની આસપાસ લોન્ચ કરવામાં આવે તેવી પૂરેપૂરી સંભાવના છે. આ કાર ટાટાની સૌથી વધુ પ્રતિક્ષિત અને ચર્ચિત અપકમિંગ ઇલેક્ટ્રિક SUV છે. તેની ડિઝાઇન જૂના ક્લાસિક પેટ્રોલ મોડલની યાદ અપાવશે પરંતુ તે તદ્દન આધુનિક હશે, જેમાં બંધ ફ્રન્ટ ગ્રિલ, નવું આકર્ષક બમ્પર, ‘.EV’ બેજિંગ અને એયરો-ડિઝાઇન વ્હીલ્સ જોવા મળશે.

પ્રીમિયમ ઇન્ટિરિયર અને હાઇ-ટેક ફીચર્સનો સંગમ

Sierra EVના ઇન્ટિરિયરને ખૂબ જ પ્રીમિયમ લુક આપવામાં આવ્યો છે, જેમાં હળવા રંગો ધરાવતી લક્ઝરી કેબિન જોવા મળશે. ફીચર્સની વાત કરીએ તો આ કારમાં ટ્રિપલ સ્ક્રીન સેટઅપ, પેનોરેમિક સનરૂફ, વેન્ટિલેટેડ સીટ્સ, ડ્યુઅલ-ઝોન AC અને 12-સ્પીકરવાળી પાવરફુલ JBL ઓડિયો સિસ્ટમ મળી શકે છે. આ સિવાય તેમાં વાયરલેસ Apple CarPlay અને Android Auto કનેક્ટિવિટી પણ ઉપલબ્ધ હશે.

પાવરફુલ પ્લેટફોર્મ અને ઓલ-વ્હીલ ડ્રાઇવ ઓપ્શન

આ શાનદાર SUV કંપનીના અદ્યતન Acti.EV+ પ્લેટફોર્મ પર આધારિત હશે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે ડિઝાઇન કરાયું છે. તેમાં 55kWh થી લઈને 75kWh સુધીની ક્ષમતા ધરાવતી મોટી બેટરી મળવાની આશા છે. એટલું જ નહીં, આ કારના ટોપ વેરિઅન્ટમાં ગ્રાહકોને ઓફ-રોડિંગ અને શાનદાર પરફોર્મન્સ માટે ડ્યુઅલ મોટર ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) સિસ્ટમ પણ મળી શકે છે.

Tata Safari EV: મોટા પરિવારો માટે 3-રો ડિજિટલ SUV

ત્યારબાદ ટાટા મોટર્સ Safari EV માર્કેટમાં ઉતારશે, જે કંપનીની પહેલી 3-રો (3-Row) એટલે કે 7-સીટર ઇલેક્ટ્રિક SUV બનશે. આ કાર ખાસ કરીને એવા મોટા પરિવારોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહી છે જેઓ કમ્ફર્ટ અને ઇકો-ફ્રેન્ડલી ટ્રાવેલિંગ ઇચ્છે છે. આ ગાડીનો લુક અત્યારની રેગ્યુલર Safari જેવો જ આકર્ષક રહેશે, પરંતુ ઇલેક્ટ્રિક પ્લેટફોર્મના કારણે ફ્રન્ટ અને રિયર ડિઝાઇનમાં ઘણા ફ્યુચરિસ્ટિક ફેરફારો જોવા મળશે.

લાંબી રેન્જ માટે દમદાર બેટરી અને સ્માર્ટ ટેકનોલોજી

Safari EV ને લાંબી સફર માટે સક્ષમ બનાવવા માટે તેમાં 65kWh થી લઈને 80kWh સુધીનો મોટો બેટરી પેક આપવામાં આવી શકે છે. આ મોટી SUV સિંગલ અને ડ્યુઅલ મોટર બંને વેરિઅન્ટના ઓપ્શન સાથે આવશે. હાઇ-ટેક સુરક્ષા માટે તેમાં એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS), લેટેસ્ટ સ્માર્ટ કનેક્ટેડ કાર ફીચર્સ અને સમયાનુસારે અપડેટ થવા માટે ઓવર-ધ-એર (OTA) અપડેટ્સ જેવી સુવિધાઓ મળશે.

Tata Avinya: લક્ઝરી EV માર્કેટમાં ટાટાનો નવો વળાંક

છેલ્લે, ટાટા મોટર્સ પોતાની મહત્વાકાંક્ષી Avinya EV રેન્જ સાથે પ્રીમિયમ લક્ઝરી ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં ધમાકેદાર એન્ટ્રી કરશે. આ કોઈ સિંગલ મોડલ નહીં પરંતુ આખી પ્રીમિયમ કારોની સિરીઝ હશે, જેનો પહેલો પ્રોડક્શન મોડલ 2027ની શરૂઆતમાં લોન્ચ થવાની આશા છે. Avinya ની ડિઝાઇન કન્સેપ્ટ મોડલ જેવી જ અલ્ટ્રા-મોર્ડન હશે અને તેને પહેલા JLR પ્લેટફોર્મ પર બનાવવાનું નક્કી કરાયું હતું, પરંતુ હવે તે નવા 'IMAX' પ્લેટફોર્મ પર 65kWh થી 80kWhની પાવરફુલ બેટરી સાથે તૈયાર થશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો