હ્યુન્ડાઇએ તેની લોકપ્રિય 5-સીટર હેચબેક કાર Hyundai i20 પર ડિસેમ્બર 2025 માટે રૂ.70,000 સુધીનું જંગી ડિસ્કાઉન્ટ જાહેર કર્યું છે. જો તમે આ મહિને નવી હેચબેક કાર ખરીદવાનું વિચારી રહ્યા હો તો હ્યુન્ડાઇની આ ઑફર એક સુવર્ણ તક છે. આ ડિસ્કાઉન્ટ મોડેલ, વેરિઅન્ટ અને સ્ટોકની સ્થિતિના આધારે અલગ-અલગ હોઈ શકે છે. તેથી ગ્રાહકોને તેમની નજીકની ડીલરશીપ પર તેની ખાતરી કરવા વિનંતી છે.
સ્મૂધ અને કાર્યક્ષમ પાવરટ્રેન
Hyundai i20માં 1.2 લિટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 83 bhpનો પાવર અને 115 Nmનો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન તેની સ્મૂધ પર્ફોર્મન્સ અને બહેતર માઇલેજ માટે જાણીતું છે. કારમાં 5-સ્પીડ મેન્યુઅલ અને CVT ઓટોમેટિક ગિયરબોક્સના વિકલ્પો પણ ઉપલબ્ધ છે. જે શહેરની ટ્રાફિક કે હાઇવેની ડ્રાઇવ બંને જગ્યાએ આરામદાયક ડ્રાઇવિંગ અનુભવ પૂરો પાડે છે.
ફીચર્સ, કમ્ફર્ટ અને ટેકનોલોજીનું શક્તિશાળી સંયોજન
આ હેચબેક તેની ફીચર-લોડેડ કેબિન માટે પ્રખ્યાત છે. કારના ઇન્ટિરિયરમાં મોટું 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળે છે, જે એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરે છે. આ સિવાય તેમાં ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, વાયરલેસ ફોન ચાર્જર, ઓટો ક્લાઇમેટ કંટ્રોલ અને અન્ય સ્માર્ટ કનેક્ટિવિટી ફીચર્સનો પણ સમાવેશ થાય છે. સેફ્ટીના મામલે પણ આ કાર પાછળ નથી, જેમાં 6 એરબેગ્સ, રિયર પાર્કિંગ કેમેરા, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ અને ABS સાથે EBD જેવા જરૂરી સેફ્ટી ફીચર્સ મળે છે. જે તેને ફેમિલી યુઝ માટે ભરોસાપાત્ર વિકલ્પ બનાવે છે.
બજેટમાં ફિટ થતા વિવિધ કિંમતના વિકલ્પો
કંપની આ કારને કુલ 6 વેરિઅન્ટમાં વેચી રહી છે. તેની કિંમત રૂ.6.86 લાખથી શરૂ થઈને રૂ.10.43 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. ડિસ્કાઉન્ટ બાદ મારુતિ બલેનો અને સ્વિફ્ટ જેવી લોકપ્રિય કારોને ટક્કર આપતી Hyundai i20, ખરીદદારો માટે સ્ટાઇલ, પર્ફોર્મન્સ અને ફીચર્સ સાથે બજેટમાં ફિટ થતી એક ઉત્તમ ડીલ બની શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો