નિસાનની બિલકુલ નવી Kait કોમ્પેક્ટ એસયુવીને બ્રાઝિલના સાઓ પાઉલોમાં એક કાર્યક્રમમાં વૈશ્વિક સ્તરે રજૂ કરવામાં આવી છે. આ મોડલ હ્યુન્ડાઇ ક્રેટા અને અન્ય હરીફોને સીધી ટક્કર આપશે. આ એસયુવીની લંબાઈ 4.30 મીટર, પહોળાઈ 1.76 મીટર અને વ્હીલબેઝ 2.62 મીટર છે. કંપનીએ દાવો કર્યો છે કે તેમાં 432 લિટરનો બૂટ સ્પેસ અને ઉત્તમ ઇન્ટિરિયર સ્પેસ મળે છે.
ડિઝાઇન હાઇલાઇટ્સ
આ એસયુવીની ડિઝાઇનની વાત કરીએ તો તેમાં નવી LED હેડલાઇટ્સ અને ડાયનેમિક LED DRLs આપવામાં આવી છે. તેમજ સ્લેટ્સ સાથેની ગ્રિલ અને પહોળો એર ઇનટેક, એલોય વ્હીલ્સ સાથે સર્ક્યુલર વ્હીલ આર્ચ, કિક્સ પ્લેથી પ્રેરિત રૂફ રેલ્સ અને ORVMs મળશે. નવા અપડેટ સાથે નિસાને આ એસયુવીમાં કિક્સ પ્લેના મૂળ પ્લેટફોર્મને જાળવી રાખ્યું છે.
એન્જિન અને પાવરટ્રેન
નવી નિસાન Kait એસયુવીમાં કિક્સ પ્લેનું જ 1.6 લિટર નેચરલી એસ્પિરેટેડ, ફ્લેક્સ ફ્યુઅલ એન્જિન આપવામાં આવ્યું છે. જે એથેનોલ સાથે 113 bhp પાવર અને 149 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે પેટ્રોલ સાથે 110 bhp પાવર અને 146 Nm ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન માટે CVT ગિયરબોક્સ મળે છે. કંપનીના દાવા મુજબ Kait શહેરમાં 11 કિમી/લિટરની માઇલેજ આપે છે.
ફીચર્સ અને વૈશ્વિક ઉપલબ્ધતા
વૈશ્વિક સ્તરે Kait ચાર ટ્રિમ્સ – Active, Sense Plus, Advance Plus અને Exclusive માં ઉપલબ્ધ થશે. 7-ઇંચ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની ડ્રાઇવર ડિસ્પ્લે. ADAS, 360-ડિગ્રી કેમેરા, સ્પીડ અને ડિસ્ટન્સ સાથે અડૈપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, વાયરલેસ ફોન ચાર્જર અને ઓટોમેટિક ડિજિટલ AC.
20થી વધુ દેશોમાં નિકાસ
બ્રાઝિલમાં તેનું ઉત્પાદન શરૂ થઈ ગયું છે અને 20થી વધુ દેશોમાં તેની નિકાસ 2026થી કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય બજારોમાં તે Volkswagen T-Cross, Fiat Pulse અને Hyundai Creta જેવા મોડલ્સ સાથે સ્પર્ધા કરશે.
ભારતમાં ક્યારે થશે લોન્ચ
નિસાન ઇન્ડિયાએ હાલમાં તેના ભારતીય લોન્ચ વિશે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી. જોકે નિસાન 2026ની શરૂઆતમાં રેનો ડસ્ટર પર આધારિત એક C-સેગમેન્ટ એસયુવી લાવવાની યોજના બનાવી રહી છે, જેની સ્ટાઇલિંગ Kaitથી પ્રેરિત હોઈ શકે છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો