હ્યુન્ડાઈ મોટર્સ દ્વારા ભારતીય બજારમાં તેની સૌથી લોકપ્રિય અને કોમ્પેક્ટ SUV, એક્સટર (Exter) નું નવું મોડલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ નવી એક્સટરની શરૂઆતી કિંમત રૂ.5.80 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે, જ્યારે તેના ટોપ-એન્ડ વેરિએન્ટની કિંમત રૂ.9.42 લાખ સુધી જાય છે. કંપનીએ આ મોડલને ખાસ કરીને ટાટા પંચ (Tata Punch) ને ટક્કર આપવા માટે વધુ આધુનિક ડિઝાઈન અને અપડેટેડ ફીચર્સ સાથે રજૂ કર્યું છે. જોકે એન્જિન અને પરફોર્મન્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ તેના લુક અને ઈન્ટિરિયરમાં થયેલા બદલાવ તેને પહેલા કરતા વધુ પ્રીમિયમ બનાવે છે.


પાવરફુલ એન્જિન અને ડ્યુઅલ CNG ટેકનોલોજી

નવી એક્સટરમાં અગાઉનું જ ભરોસાપાત્ર 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે મેન્યુઅલ અને ઓટોમેટિક (AMT) ગિયરબોક્સના વિકલ્પ સાથે ઉપલબ્ધ છે. આ કારની સૌથી મોટી વિશેષતા તેમાં આપવામાં આવેલી ડ્યુઅલ CNG સિલિન્ડર ટેકનોલોજી છે. 225 લિટરની ક્ષમતા ધરાવતા આ બે નાના સિલિન્ડરને કારણે કારમાં સામાન રાખવા માટે પૂરતી બૂટ સ્પેસ મળી રહે છે, જે સામાન્ય રીતે CNG કારમાં જોવા મળતી નથી. આ સિવાય, કંપનીનો દાવો છે કે 1,643 mm ની ઊંચાઈ સાથે આ તેના સેગમેન્ટની સૌથી ઊંચી કાર છે, જે તેને રસ્તા પર એક બોલ્ડ એસયુવી લુક આપે છે.

નવી ડિઝાઈન અને આકર્ષક કલર ઓપ્શન્સ

ડિઝાઈનની વાત કરીએ તો, નવી એક્સટરમાં આગળના ભાગમાં ડાર્ક ફિનિશ ધરાવતી નવી આકર્ષક ગ્રીલ અને નવું સેન્ટર ગાર્નિશ ઉમેરવામાં આવ્યું છે. આ ઉપરાંત, 15-ઇંચના નવા એલોય વ્હીલ્સ અને પાછળના ભાગમાં આપેલું નવું સ્પોર્ટી સ્પોઈલર કારની સ્ટાઈલમાં વધારો કરે છે. કલર ઓપ્શન્સમાં પણ કંપનીએ વિવિધતા આપી છે, જેમાં કુલ 7 સિંગલ ટોન અને 1 ડ્યુઅલ ટોન કલરનો સમાવેશ થાય છે. આ વખતે ગ્રાહકો માટે 'ગોલ્ડન બ્રોન્ઝ' અને 'ટાઈટેનિયમ બ્લેક મેટ' જેવા બે નવા આકર્ષક રંગો પણ રજૂ કરવામાં આવ્યા છે.

આધુનિક ઈન્ટિરિયર અને હાઈ-ટેક ફીચર્સ

કારની અંદરના ભાગમાં એટલે કે ઈન્ટિરિયરમાં હવે નેવી અને ગ્રે રંગની નવી ડ્યુઅલ ટોન થીમ જોવા મળે છે. ડેશબોર્ડ પર નવું 3D ડિઝાઈન એલિમેન્ટ અને આરામદાયક ડ્રાઈવિંગ માટે D-કટ સ્ટીયરિંગ વ્હીલ તેમજ મેટલ પેડલ્સ આપવામાં આવ્યા છે. ફીચર્સની બાબતમાં એક્સટર હવે વધુ સ્માર્ટ બની છે, કારણ કે તેમાં સેગમેન્ટમાં પહેલીવાર 'ડેશકેમ' (Dashcam) આપવામાં આવ્યો છે. આ સિવાય વાયરલેસ એન્ડ્રોઈડ ઓટો, એપલ કારપ્લે, પાછળના પેસેન્જર્સ માટે ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટ અને 60 થી વધુ બ્લુલિંક કનેક્ટેડ ફીચર્સ છે. આ કારમાં 300 થી વધુ એવા વોઈસ કમાન્ડ પણ છે જે ઇન્ટરનેટ વગર કામ કરી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: