જો તમે BMW અથવા MINI ની લક્ઝરી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના છે. BMW Group India એ જાહેરાત કરી છે કે તે 1 એપ્રિલ 2026 થી પોતાની તમામ ગાડીઓની કિંમતમાં વધારો કરવા જઈ રહી છે. કંપનીના જણાવ્યા અનુસાર, આ ભાવ વધારો અંદાજે 2% સુધીનો હશે. ખાસ વાત એ છે કે આ વધારો ભારતમાં બનેલી (Locally Manufactured) ગાડીઓ તેમજ વિદેશથી આયાત કરવામાં આવતી (CBU) ગાડીઓ એમ બંને પર લાગુ થશે.


કિંમતો વધવાનું મુખ્ય કારણ શું છે?

BMW ના જણાવ્યા અનુસાર, ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. કાચા માલની કિંમતો, લોજિસ્ટિક્સ અને અન્ય જરૂરી ખર્ચાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કંપનીના CEO હરદીપ સિંહ બરારના જણાવ્યા મુજબ, ભારતમાં BMW નું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને ગ્રાહકોની માંગ પણ મજબૂત છે, પરંતુ વધતા ખર્ચને સંતુલિત કરવા માટે કિંમતો વધારવી અનિવાર્ય બની ગઈ છે.

કયા મોડલ્સ પર અસર પડશે?

આ ભાવ વધારાની અસર BMW અને MINI ના લગભગ તમામ મોડલ્સ પર જોવા મળશે: સ્થાનિક સ્તરે ઉત્પાદિત (BMW): 3 Series Long Wheelbase, 5 Series Long Wheelbase, 7 Series, X1, X3, X5, X7, M340i, iX1 Long Wheelbase અને 2 Series Gran Coupe. ઈમ્પોર્ટેડ મોડલ્સ (CBU): M2, M4, M5, M8 Competition Coupe, i5, i7, i7 M70, iX, Z4 M40i અને XM plug-in hybrid. MINI બ્રાન્ડ: Cooper S, Countryman E, JCW Countryman All4, Countryman SE અને Convertible.

ઓટો ઇન્ડસ્ટ્રીમાં શા માટે વધે છે ભાવ?

સામાન્ય રીતે દરેક નવા નાણાકીય વર્ષની શરૂઆતમાં ઓટો કંપનીઓ કિંમતોમાં વધારો કરતી હોય છે. વધતો ઉત્પાદન ખર્ચ અને રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારો તેના મુખ્ય કારણો છે. ઉલ્લેખનીય છે કે, BMW Group India માટે વર્ષ 2025 ખૂબ જ સફળ રહ્યું હતું. કંપનીએ કુલ 18,001 કારનું વેચાણ કર્યું હતું, જે પાછલા વર્ષ કરતા 14% વધુ છે. ખાસ કરીને BMW i7 અને iX1 જેવા ઇલેક્ટ્રિક મોડલ્સને ગ્રાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: