ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં નિસાન (Nissan) કંપનીએ મધ્યમ વર્ગના પરિવારો માટે એક શાનદાર બજેટ ફ્રેન્ડલી વિકલ્પ રજૂ કર્યો છે. કંપનીએ તેની નવી 7-સીટર કાર નિસાન ગ્રેવાઈટ (Nissan Gravite) લોન્ચ કરી છે, જેની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત માત્ર રૂ.5.65 લાખ રાખવામાં આવી છે. આ એક સબ-4 મીટર MPV છે, જે વાસ્તવમાં રેનો ટ્રાઈબરનું નવું અને બદલાયેલું મોડલ છે. ભારતીય બજારમાં આ કાર સીધી રીતે મારુતિ અર્ટિગા જેવી લોકપ્રિય 7-સીટર કારને ટક્કર આપશે, કારણ કે તે ઓછા બજેટમાં વધુ સીટિંગ કેપેસિટી શોધી રહેલા ગ્રાહકોને આકર્ષી રહી છે.
આ કારના વેરિઅન્ટ્સ
નિસાન ગ્રેવાઈટ મુખ્યત્વે ચાર વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે, જેમાં વિસિયા (Visia), એસેન્ટા (Acenta), એન-કનેક્ટા (N-Connecta) અને ટેકના (Tekna)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કંપનીએ એક લિમિટેડ લોન્ચ એડિશન પણ રજૂ કર્યું છે. આ કારના ટોપ મોડલની કિંમત રૂ.8.93 લાખ (એક્સ-શોરૂમ) સુધી જાય છે. જે ગ્રાહકો પહેલીવાર કાર ખરીદી રહ્યા છે અને ઓછી કિંમતમાં ત્રણ હરોળવાળી ફેમિલી કાર ઈચ્છે છે, તેમના માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. બેઝ મોડલ વિસિયામાં પણ ઘણા જરૂરી ફીચર્સ આપવામાં આવ્યા છે.













