જો તમે નવી ઈલેક્ટ્રિક કાર ખરીદવાનું વિચારી રહ્યા હોવ, તો હ્યુન્ડાઈ તમારા માટે એક શાનદાર તક લઈને આવ્યું છે. કંપની તેની લોકપ્રિય એસયુવી ક્રેટા ઈલેક્ટ્રિક (MY2025 મોડલ) પર રૂ.75,000 થી લઈને રૂ.1.25 લાખ સુધીનું માતબર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ડિસ્કાઉન્ટ ડીલરશીપ સ્તરે ઉપલબ્ધ છે, તેથી ચોક્કસ ઓફર માટે નજીકના શોરૂમનો સંપર્ક કરવો જરૂરી છે.


વેરિયન્ટ અને રેન્જ

હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રિક કુલ 6 ટ્રિમ્સમાં ઉપલબ્ધ છે, જેની એક્સ-શોરૂમ કિંમત રૂ.18.02 લાખથી રૂ.24.70 લાખ વચ્ચે છે. આ વાહનમાં બે બેટરી પેકનો વિકલ્પ મળે છે: (1) 42 kWh બેટરી: જે અંદાજે 390 કિમીની રેન્જ આપે છે. (2) 51.4 kWh (લોન્ગ રેન્જ): જે સિંગલ ચાર્જ પર 473 કિમીની રેન્જ પ્રદાન કરે છે.

પાવરફુલ પરફોર્મન્સ અને ફાસ્ટ ચાર્જિંગ

ક્રેટા EVનું લોન્ગ રેન્જ વેરિયન્ટ માત્ર 7.9 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડી શકે છે. તે 171 BHP પાવર અને 255 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમજ ચાર્જિંગની વાત કરીએ તો આ કાર DC ફાસ્ટ ચાર્જરની મદદથી માત્ર 58 મિનિટમાં 10% થી 80% સુધી ચાર્જ થઈ જાય છે. જ્યારે હોમ ચાર્જરથી તેને ફૂલ ચાર્જ થતા અંદાજે 4.5 કલાક જેટલો સમય લાગે છે.

પ્રીમિયમ ફીચર્સ અને સેફ્ટી

આ ઈલેક્ટ્રિક એસયુવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે: ડિસ્પ્લે: ડ્યુઅલ 10.25-ઇંચ સ્ક્રીન સેટઅપ. ઓડિયો: 8-સ્પીકરવાળી બોસ (Bose) ઓડિયો સિસ્ટમ. સેફ્ટી: 6 એરબેગ્સ, લેવલ-2 ADAS, અને 360-ડિગ્રી કેમેરા. ડ્યુઅલ ઝોન AC, ઈલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક અને V2L (વ્હીકલ-ટુ-લોડ) ચાર્જિંગ ક્ષમતા. સ્ટોક અને એરિયા મુજબ આ ઓફરમાં ફેરફાર થઈ શકે છે, તેથી ખરીદી કરતા પહેલા સ્થાનિક ડીલર પાસે તપાસ કરવી હિતાવહ છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: