ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (EV)નો જંગ હવે વધુ તેજ બનવા જઈ રહ્યો છે. દિગ્ગજ કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ પુષ્ટિ કરી છે કે તેઓ 2027 માં એક નવી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ કાર લોકપ્રિય કોન્સેપ્ટ Mahindra BE.07 નું પ્રોડક્શન મોડલ હશે, જે ટાટા હેરિયર EV અને વિનફાસ્ટ VF7 જેવી લક્ઝરી ઇલેક્ટ્રિક કારો સામે મેદાનમાં ઉતરશે.
ડિઝાઇન અને ડાયમેન્શન
નવી BE.07 ને ખાસ કરીને લક્ઝરી અને સ્પેસને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. આ SUVની સંભવિત લંબાઈ 4,565 mm, પહોળાઈ 1,900 mm અને ઊંચાઈ 1,660 mm હશે. 2,775 mm લાંબા વ્હીલબેઝ સાથે આ કાર રોડ પર મજબૂત પકડ જમાવશે. આ SUV મહિન્દ્રાના આધુનિક INGLO આર્કિટેક્ચર પર આધારિત હશે. કારમાં આકર્ષક C-આકારની હેડલાઇટ્સ અને ટેલ લાઇટ્સ જોવા મળશે. પ્રીમિયમ લૂક માટે છુપાયેલા (ફ્લશ) ડોર હેન્ડલ્સ આપવામાં આવશે.
ઇન્ટિરિયર: ફ્યુચરિસ્ટિક કેબિન
BE.07 નું ઇન્ટિરિયર કોઈ વિમાનના કોકપિટ જેવું આધુનિક હશે. ડેશબોર્ડ પર આખી પહોળાઈમાં ફેલાયેલી વિશાળ સ્ક્રીન આકર્ષણનું કેન્દ્ર બનશે. આ ઉપરાંત, કારમાં પેનોરોમિક સનરૂફ અને ફ્લેટ-બોટમ સ્ટીયરિંગ વ્હીલ હશે. ખાસ વાત એ છે કે કંપની ફિઝિકલ બટનોને બદલે ટચ અને હેપ્ટિક ફીડબેક કંટ્રોલ્સ પર વધુ ભાર મૂકી રહી છે.
પાવર અને પરફોર્મન્સ
એન્જિન સ્પેસિફિકેશન્સ વિશે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ અહેવાલો મુજબ તેમાં BE.06 સમાન બે બેટરી પેક મળી શકે છે: 1. 59kWh બેટરી: જે અંદાજે 228bhp પાવર જનરેટ કરશે અને 2. 79kWh બેટરી: જે 282bhp જેટલો જબરદસ્ત પાવર આપશે.
રેન્જ, ચાર્જિંગ અને ડ્રાઇવિંગ મોડ્સ
નાના બેટરી પેક સાથે 550 કિમીથી વધુ અને મોટા બેટરી પેક સાથે 650 કિમીથી વધુની રેન્જ મળવાની આશા છે. આ SUV 180kW DC ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરશે, જેનાથી બેટરી ખૂબ જ ઝડપથી ચાર્જ થઈ જશે. વિવિધ રસ્તાઓ માટે આ કારમાં રેન્જ, એવરીડે, રેસ, સ્નો અને કસ્ટમ જેવા અનેક ડ્રાઇવિંગ મોડ્સ આપવામાં આવશે, જે ડ્રાઇવરના અનુભવને વધુ સુરક્ષિત અને આનંદદાયક બનાવશે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો