હ્યુન્ડાઈ મોટર કંપનીએ 2026 બ્રુસેલ્સ મોટર શોમાં પોતાની મોસ્ટ અવેટેડ 'સ્ટારિયા ઈલેક્ટ્રિક' (Staria Electric) MPV પરથી પડદો ઉચક્યો છે. આ લક્ઝુરિયસ ઈલેક્ટ્રિક કાર 2026ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં કોરિયા અને યુરોપના બજારોમાં લોન્ચ કરવામાં આવશે. ભારતની વાત કરીએ તો, કંપનીએ ઓટો એક્પો 2025માં તેનું ICE મોડલ રજૂ કર્યું હતું, પરંતુ પ્રીમિયમ MPVની વધતી માંગને જોતા ભવિષ્યમાં તેનું ઈલેક્ટ્રિક વેરિઅન્ટ ભારત આવે તેવી પ્રબળ શક્યતા છે.
ફ્યુચરિસ્ટિક એક્સટિરિયર અને ડિઝાઈન
સ્ટારિયા ઈલેક્ટ્રિકને ‘ઈનસાઈડ આઉટ’ ડિઝાઈન ફિલોસોફી પર તૈયાર કરવામાં આવી છે. તેનું એરોડાયનેમિક લુક, લાંબી બોડી, મોટી વિન્ડો અને ફ્રન્ટમાં લાગેલી આકર્ષક લાઈટ સ્ટ્રીપ તેને રોડ પર અન્ય કાર કરતા અલગ પાડે છે. તેમાં વિશાળ સ્લાઈડિંગ ડોર્સ અને મોટું રિયર હેચ આપવામાં આવ્યું છે, જે સુવિધાની સાથે શાનદાર લુક પણ આપે છે.












