મે 2026માં સ્કોડા ઓટો ઇન્ડિયા (Skoda Auto India) દ્વારા પોતાની કારો પર શાનદાર ડિસ્કાઉન્ટ ઓફર્સ રજૂ કરવામાં આવી છે. કંપની પોતાના જૂના સ્ટોકને ક્લિયર કરવા માટે ગ્રાહકોને રૂ.3.50 લાખ સુધીની જંગી બચત કરવાની સુવર્ણ તક આપી રહી છે. મોડલ અને વેરિઅન્ટના આધારે આ મહિને કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ ઓફર અને લોયલ્ટી બેનિફિટ્સનો લાભ મળી રહ્યો છે.
સ્કોડા કુશાક (Skoda Kushaq)
આ મહિને સ્કોડા કુશાકના જૂના સ્ટોક પર અદ્ભુત ઓફર્સ મળી રહી છે. ઓનિક્સ, સિગ્નેચર, સ્પોર્ટલાઇન, પ્રેસ્ટિજ અને મોન્ટે કાર્લો જેવા બંધ થઈ ગયેલા વેરિઅન્ટ્સ પર રૂ.2 લાખ સુધીનું કેશ ડિસ્કાઉન્ટ, રૂ.50,000નું કોર્પોરેટ બોનસ અને રૂ.50,000 સુધીનો એક્સચેન્જ સપોર્ટ મળી રહ્યો છે, એટલે કે કુલ રૂ.3 લાખ સુધીનો ફાયદો ઉપલબ્ધ છે. જ્યારે, નવા MY26 યુનિટ્સ પર વેરિઅન્ટના આધારે રૂ.20,000થી રૂ.40,000 સુધીની મર્યાદિત છૂટ છે.
સ્કોડા સ્લાવિયા (Skoda Slavia)
સ્લાવિયા સેડાનના MY25 અને MY26 મોડલ્સ પર પણ આકર્ષક ઓફર્સ છે. પ્રેસ્ટિજ 1.0 TSI MTના જૂના સ્ટોક પર સૌથી વધુ ફાયદો મળી રહ્યો છે, જેમાં રૂ.50,000નું કેશ ડિસ્કાઉન્ટ, રૂ.50,000નું કોર્પોરેટ બોનસ અને રૂ.25,000નો એક્સચેન્જ સપોર્ટ સામેલ છે. આ ઉપરાંત પ્રેસ્ટિજ AT વેરિઅન્ટ પર રૂ.1.40 લાખ સુધીના શાનદાર બેનિફિટ્સ છે, તેમજ નવા MY26 યુનિટ્સ પર ડિસ્કાઉન્ટ રૂ.50,000થી રૂ.1 લાખ સુધીનું છે.
સ્કોડા કાઇલાક (Skoda Kylaq)
તાજેતરમાં લોન્ચ થયેલી આ કોમ્પેક્ટ SUV પર અન્ય કારોની સરખામણીમાં ઓછું ડિસ્કાઉન્ટ છે. જૂના મોડલના સિગ્નેચર અને સિગ્નેચર+ વેરિઅન્ટ્સ પર રૂ.50,000 સુધીની રોકડ છૂટ સાથે રૂ.10,000નું કોર્પોરેટ બોનસ અને રૂ.15,000નો એક્સચેન્જ સપોર્ટ મળી રહ્યો છે. જ્યારે નવા MY26.2 યુનિટ્સ પર રૂ.25,000 સુધીના એક્સચેન્જ અને લોયલ્ટી ઓફર્સ જ ઉપલબ્ધ છે.
સ્કોડા કોડિયાક (Skoda Kodiaq)
કંપનીની આ ફ્લેગશિપ SUV પર મે મહિનામાં સૌથી મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. સ્પોર્ટલાઇન અને સિલેક્શન L&K ટ્રિમ્સના જૂના સ્ટોક પર રૂ.2 લાખની રોકડ છૂટ, રૂ.1 લાખનો કોર્પોરેટ લાભ અને રૂ.50,000નું એક્સચેન્જ બોનસ મળી રહ્યું છે, જેનાથી કુલ લાભ રૂ.3.50 લાખ સુધી પહોંચી જાય છે. બીજી તરફ, નવા MY26 યુનિટ્સ પર વેરિઅન્ટના આધારે રૂ.1 લાખથી રૂ.1.50 લાખ સુધીની છૂટ મળી રહી છે.
વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો