ભારતમાં હાલ મિડલવેટ ક્રૂઝર બાઈક્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને યુવાનોમાં આ સેગમેન્ટની લોકપ્રિયતા ચરમસીમાએ છે. 2025ના વર્ષમાં ઓટો માર્કેટમાં અનેક શાનદાર લોન્ચિંગ જોયા બાદ, હવે 2026નું વર્ષ પણ ટુ-વ્હીલર પ્રેમીઓ માટે રોમાંચક રહેવાનું છે. આ વર્ષે ભારતીય બજારમાં 3 ધાંસુ બાઈક્સ એન્ટ્રી કરવા જઈ રહી છે.

રોયલ એનફિલ્ડ બુલેટ 650 (Royal Enfield Bullet 650)

EICMA 2025માં પ્રથમવાર દુનિયા સામે રજૂ કરાયેલી 'બુલેટ 650' જાન્યુઆરી 2026માં ભારતમાં લોન્ચ થવાની ધારણા છે. આ બાઈક રોયલ એનફિલ્ડની અત્યાર સુધીની સૌથી શક્તિશાળી બુલેટ હશે. 650 cc એન્જિન સાથે તે કંપનીના પ્રીમિયમ પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે.

રોયલ એનફિલ્ડ હિમાલયન 750 (Royal Enfield Himalayan 750)

એડવેન્ચર બાઈક્સના શોખીનો માટે હિમાલયન 750 એક મોટી ભેટ સાબિત થશે. કંપનીના નવા 750 cc પ્લેટફોર્મ પર બનનારી આ પ્રથમ બાઈક હશે. મોટા એન્જિન અને ઓફ-રોડિંગ ક્ષમતા સાથે તે વધુ પાવરફુલ અનુભવ આપશે. આ બાઈક દર્શાવે છે કે કંપની હવે મોટી અને વધુ ક્ષમતા ધરાવતી બાઈક્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

બીએમડબલ્યુ એફ 450 જીએસ (BMW F 450 GS)

BMW મોટરાડની સૌથી સસ્તી અને એન્ટ્રી લેવલ એડવેન્ચર બાઈક તરીકે BMW F 450 GS જાન્યુઆરી 2026માં લોન્ચ થવાની શક્યતા છે. અગાઉ 2025ના અંતમાં લોન્ચ થવાની ચર્ચાઓ હતી, પરંતુ હવે તે નવા વર્ષે ભારતીય રસ્તાઓ પર ઉતરશે. તે BMW ની જાણીતી GS રેન્જની મધ્યમ ક્ષમતા ધરાવતી શાનદાર બાઈક હશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો