મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ તેની પ્રીમિયમ ઇલેક્ટ્રિક SUV, Mahindra XEV 9e Cineluxe Editionને વધુ આકર્ષક અને સ્ટાઇલિશ બનાવવા માટે માર્કેટમાં એક નવો એક્સટીરિયર કલર ઓપ્શન રજૂ કર્યો છે. આ નવા કલરનું નામ 'Satin Desert Myst' છે. આ કલર ખાસ મેટ (મેટ ફિનિશ) સાથે આવે છે, જે કારના લુકને પહેલાં કરતાં વધુ પ્રીમિયમ અને લક્ઝુરિયસ બનાવે છે.

સાદા મોડલ કરતાં અલગ લુક

આ નવા શેડના ઉમેરા પછી, હવે Mahindra XEV 9e Cineluxe Edition કુલ ત્રણ સેટિન કલર ઓપ્શનમાં ખરીદી માટે ઉપલબ્ધ થશે. જેમાં પહેલાંથી મળતા Satin White અને Satin Black ઉપરાંત હવે નવો Satin Desert Myst પણ સામેલ થઈ ગયો છે. જો કે, કંપનીએ આ સ્પેશિયલ એડિશનમાં માત્ર નવો કલર જ ઉમેર્યો છે, બાકીના તમામ ફીચર્સ અને ડિઝાઈન પહેલાં જેવા જ છે.

લક્ઝુરિયસ ઇન્ટિરિયર

આ નવી Satin Desert Myst કલરવાળી ઇલેક્ટ્રિક કારના ઇન્ટિરિયરને પણ ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. એસયુવીની અંદર Chestnut Brown અને Nocturne Black કલરનું ડ્યુઅલ-ટોન લેધરેટ ઇન્ટિરિયર જોવા મળે છે. આ પ્રીમિયમ કેબિનના કારણે કારની અંદર બેસતા જ ગ્રાહકોને ખૂબ જ લક્ઝરી અને આરામદાયક અનુભવ મળે છે.

પાવરફુલ બેટરી અને દમદાર પર્ફોર્મન્સ

પર્ફોર્મન્સની વાત કરીએ તો, આ ઇલેક્ટ્રિક SUV 'Pack Three' વેરિઅન્ટ પર આધારિત છે. જેમાં 79 kWhની મોટી અને પાવરફુલ બેટરી આપવામાં આવી છે. તે રિયર-વ્હીલ ડ્રાઇવ (RWD) ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલી છે. આ મોટર 286 હોર્સપાવર (HP)નો પાવર અને 380 Nmનો ટોર્ક જનરેટ કરે છે, જે કારને શાનદાર સ્પીડ અને પિકઅપ આપે છે.

લાંબી રેન્જ અને કિંમત

મહિન્દ્રાનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક SUV સિંગલ ફુલ ચાર્જ પર 656 કિલોમીટર સુધીની (MIDC certified) શાનદાર ડ્રાઇવિંગ રેન્જ આપે છે, જે લાંબી મુસાફરી કરનારાઓ માટે બેસ્ટ છે. સૌથી સારી વાત એ છે કે નવા પ્રીમિયમ કલર બાદ પણ કિંમતમાં કોઈ વધારો કરાયો નથી. આ કારની એક્સ-શોરૂમ કિંમત રૂ.29.35 લાખ રાખવામાં આવી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો